________________
સોમ, ૨૦-૯-૯, ભા. સુદ-૧૦.
* ગોચરી પછી જ પચ્ચકખાણ પારવાના હોય. પહેલાથી શી રીતે પરાય? ગોચરી મળશે જ એવી ખાતરી છે?
મળે તો સંયમવૃદ્ધિ નહિતો તપોવૃદ્ધિ” આવું ધારીને ગોચરી માટે નીકળવાનું છે.
અત્યારે જેમ વાપર્યા પહેલા દશવૈકાલિકની ૧૭ ગાથાઓનો સ્વાધ્યાય છે, તેમ દશવૈકાલિકની રચના પહેલા પણ આચારાંગવગેરેનો સ્વાધ્યાય હતો જ. ઋષભાદિકના તીર્થમાં પણ તે તે ગ્રન્થોનો સ્વાધ્યાય હતો જ.
* ક્ષયોપશમ આપણો કેટલો મંદ છે? યાદ રાખેલું તરત જ ભૂલી જઈએ છીએ. નવાઈની વાત એ છે કે ભૂલવા જેવા અપમાન આદિ ભૂલતા નથી, પણ નહિ ભૂલવા જેવા આગમિક પદાર્થોને તરત જ ભૂલી જઈએ છીએ.
* રાગ-દ્વેષનો ક્ષય કે ઉપશમ કરીએ તો જ કર્મબંધ અટકે.
સમગ્ર દ્વાદશાંગીનો સાર છે: રાગ-દ્વેષનો ક્ષય કરી સમતાભાવનો આશ્રય કરવો. રાગ-દ્વેષ દો ચોર લૂટેરે,
રાગને રીસાદોયખવીશા, યેહૈદુઃખકા દિસા.
તમારી પાસે માલ છે, એવી માહિતી લૂંટારાને મળે, પછી એ શું કરે? તમારો પીછો ન છોડે. લૂંટારો, તમે ગલીમાં વળો એટલે તરત જ પકડે, તમને લૂંટે. આ રાગ-દ્વેષ પણ બરાબરમોકો જોઈ તમારા પર તૂટી પડે. ગયા રવિવારે, નેધુરમાં (મદ્રાસથી ઉત્તરે) બપોરે ખુલ્લી ઑફિસમાં લૂંટારો આવ્યો,
કહે કલાપૂર્ણસૂરિ
૨ ૩૮ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org