SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ છરો ભોંક્યો, લોહીલુહાણ કરી લૂંટ ચલાવી ભાગી ગયો. નામ આપે તો જાનથી મારવાની ધમકી આપેલી. આના કરતાં પણ રાગ-દ્વેષરૂપ લૂંટારા ખતરનાક છે. સાધુએ વાપરતી વખતે રાગ-દ્વેષથી પર રહેવાનું છે. રાગ-દ્વેષના પ્રસંગો બહુધા ગોચરી સમયે થતા હોય છે. ‘‘હે જીવ ! ભિક્ષાટનમાં તું ૪૨માંના કોઈ દોષથી ઠગાયો નથી તો હવે ભોજન વખતે રાગ-દ્વેષથી તું ઠગાઈશ નહિ...’ આમ આત્માને શીખામણ આપવી. ભોજન સમયે બીજા કોઈ શીખામણ આપે તો ન ગમે, ગુરુની પણ ન ગમે. જીવ એટલો અભિમાની છે, કે કોઈની શીખ સાંભળવા લગભગ તૈયાર થતો નથી, પણ અહીં તો જીવ સ્વયં પોતાની જાતને શીખ આપે છે. જીવ પોતાની વાત તો માને ને ? બધા જ અનુષ્ઠાનો, જીવને રાગ-દ્વેષથી બચાવવા રખાયેલા છે. સાધુ પાસે જ્ઞાનધ્યાનની વિપુલ સામગ્રી હોય તો મોહ હુમલો ન કરી શકે. જે દેશ વિપુલ શસ્ત્ર સરંજામાદિથી તૈયાર હોય, તેના પર દુશ્મન દેશ હુમલો કરવાનો વિચાર કરી શકતો નથી. * કામ કામને શીખવે, સ્વાધ્યાય સ્વાધ્યાયને શીખવે, ધ્યાન ધ્યાનને શીખવે, આ અભ્યાસ છે. પુનઃ પુનઃ કરાતી ક્રિયા અભ્યાસ છે. અભ્યાસના કારણે જ સરખા અભ્યાસવાળા ૧૪ પૂર્વીઓમાં પણ છટ્ઠાણવડિઆ પડે છે, ચડ – ઉતર હોય છે. * હું એવા વિચારનો કે કોઈપણ લખાણ શાસ્ત્રાધારિત જોઈએ. આધાર વિના કાંઈ લખવું જ નહિ. મેં પહેલીવાર જ લેખ લખ્યો. અમરેન્દ્ર વિ. એ કહ્યું : ‘આ તો માત્ર પાઠોનો સંગ્રહ થયો. લેખ તો મૌલિક જોઈએ.’’ મને એ પદ્ધતિ પસંદ નહિ. મહાન ટીકાકારોએ પણ આગમગ્રંથોમાં પોતાના તરફથી કોઈ સ્વતંત્ર અભિપ્રાય નથી આપ્યો, તો આપણે કોણ ? ભગવાનની શરત છે ઃ બીજા હોય તો હું તમારા હૃદયમાં ન આવું. ભગવાન બોલાવવા હોય તો પુદ્ગલનો પ્રેમ છોડવો પડશે. યા તો ભગવાન પસંદ કરો, યા તો પુદ્ગલાસક્તિ. કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International For Private & Personal Use Only ૨૩૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy