________________
ધન્યવાદ આપેલા. 'भक्ति भगवति धार्या ।' આપણે હૃદયમાં અનેકોને ધારણ કરીએ છીએ. વેપારી, ગ્રાહકો – માલવગેરે બધું મનમાં ઘારે. વકીલો, અસીલ સંબંધી બધું યાદ રાખે- મનમાં ધારે- આમ બધા જ બધું જ ઘારે છે. પણ ભગવાન કોણ ધારે છે? ભગવાન કોના મનમાં છે? ભગવાન આપણે ક્યારે હૃદયમાંધારીએ? મંદિરમાં હોઈએ ત્યાં સુધી. મંદિરમાંથી બહાર નીકળ્યા એટલે ભગવાન પણ આપણા હૃદયમાંથી બહાર નીકળ્યા એવું જીવન બનાવી મૂક્યું છે.
ભગવાન ભલેચીદ રાજલોકદૂર હોય, પણભક્તિથીભક્ત તેમને હૃદયમાં વસાવી શકે છે.
દરેક ભક્ત જાણે છે કે સીમંધર સ્વામી કદી ભરતક્ષેત્રમાં આવે નહિ, આવી શકે નહિ, છતાં પ્રાર્થીએ છીએઃ “શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો.” આ ખોટું ન કહેવાય. આપણો ઉપયોગ જ્યારે ભગવન્મય બન્યો ત્યારે આપણે સ્વયં ભગવાન બની ગયા. આને જ હૃદયમાં ભગવાન આવી ગયા કહેવાય.
ઘડાનું ધ્યાન ધરીએ તો આપણે ઘટમય બની ગયા. આપણો ઉપયોગઘટમય બની ગયો. ઘટમયકે ધનમય ઘણીવાર બન્યા. હવે ભગવન્મય શા માટે ન બનવું?
જ્ઞાનમાં એકાગ્રતા નથી હોતી, ધ્યાનમાં એકાગ્રતા હોય છે. એટલે જ વીરવિજયજી કહે છે : ‘તમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો; નહિ વાર અચલસુખ સાવંતે, ઘડી દોય મળો જો એકાંતે.....'
માત્ર બે ઘડી ભગવાનમાં આપણો ઉપયોગ રહે તો કામ થઈ જાય! – એમ વીર વિજયજી કહે છે.
ભગવાનની ભક્તિ જેના હૃદયમાં નથી, તેના માટે ભગવાન દૂર છે. ભક્તિ છે તેના માટે ભગવાન હાજરાહજૂર છે.
ગોશાળાની પાસે જ ભગવાન હતા, છતાં ભાવથી દૂર જ હતા. સુલસા દૂર હતી છતાં પણ ભક્તિથી તેના માટે ભગવાન નજીક હતા. દૂર રહેલા ભગવાનને નજીક લાવવા, હૃદયમાં પધરાવવા એનું નામ ભક્તિયોગ. એના માટે જ લાખો – અબજો રૂપિયા ખર્ચીને આ મંદિરો બંધાવ્યા છે.
ભગવાન પ્રત્યે પ્રેમભાવ જાગ્યો તો બધા જ પૈસા વસૂલ! બાકી જેનો ગાંડા નથી કે ક્રોડો રૂપિયા મંદિરોમાં લગાવે. જેનો સમૃદ્ધ છે તેનું કારણ પણ જિન-ભક્તિ અને જીવદયા છે.
તમે દાનનો પ્રવાહ ચાલુ રાખો તો લક્ષ્મી આવ્યા વગર નહિ રહે. કહે કલાપૂર્ણસૂરિ ....
•.. ૨ ૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org