________________
તમારી સામે તો માત્ર ફોનનું ભૂંગળું છે, છતાં તમે વ્યક્તિની સાથે વાત કરો છો, લોગસ્સ, નવકાર, મૂર્તિ વગેરે પણ ભૂંગળા છે, જે પ્રભુની સાથે આપણને જોડી આપે છે. એકમાં યંત્રશક્તિ છે. બીજામાં મંત્રશક્તિ!
પ્રતિમા, નવકાર વગેરે અરિહંત છે, અરિહંત સાથે જોડનારા છે, એવું હજુ ચિત્તમાં લાગ્યું નથી. માટે જ મન પ્રભુમાં ચોંટતું નથી.
લોગસ્સ વગેરે રોજના થયા, એમ તમને લાગે છે, તો દુકાન, પત્ની વગેરે પણ રોજના નથી? ત્યાં કેમ રસ આવે છે? ત્યાં સ્વાર્થ છે તો અહીં સ્વાર્થ નથી? સાચો
સ્વાર્થ જ અહીં છે. સ્વાર્થનો અર્થ સમજો. સ્વ એટલે આત્મા. અર્થ એટલે પ્રયોજન. * “તિસ્થર જેપીયં ભગવન્! મારા પર પ્રસન્ન થાઓ. પ્રસીદ્ધ મવિધિ ” ભગવાન વળી અપ્રસન્ન હોય? ભગવાન અપ્રસન્ન નથી, પણ આપણે પ્રસન્ન બનીએ એટલે ભગવાન પ્રસન્ન થયા ગણાય.
ભગવાનની પૂજાનું ફળ આ જ છે ચિત્તની પ્રસન્નતા. “મનાઈતઃ મન સમથિઃ તતિ નિઃશ્રેયામ.... તો દિ તપૂળનમ ન્યાયમ્' - આમ ઉમાસ્વાતિ મહારાજ કહે છે.
ભગવાનના અર્ચનાદિથી જ્ઞાનાવરણીયાદિ ૪ ઘાતકર્મોનો નાશ થાય. જ્ઞાન પ્રાપ્ત કરાવે માટે જ્ઞાનાવરણીય કર્મ દર્શન પ્રાપ્ત કરાવે માટે દર્શનાવરણીય કર્મ, ચારિત્ર પ્રાપ્ત કરાવે માટે મોહનીય કર્મ, ઉલ્લાસ પ્રાપ્ત કચવે માટે અંતરાય કર્મને પ્રભુભક્તિહટાવે છે.
* ગુરુનું જેટલું બહુમાન કરીએ તે ભગવાનનું જ બહુમાન છે. ‘નો પુરું મો બંન્ન' જે ગુરુને માને છે તેમને માને છે, એમ ભગવાને કહ્યું છે ગુરુતત્ત્વની સ્થાપના પણ ભગવાને જ કરી છેને?
આમ અલગ દેખાય, પણ આમ ગુરુ અને દેવ એક જ છે. અરિહંત સ્વયં પણ દેવ છે, તેમ ગુરુ પણ છે. ગણધરોના ગુરુ જ છે. દુનિયાના દેવ છે. અરિહંત બન્ને ખાતા સંભાળે છે.
જેનેતર દર્શનની જેમ આપણે ત્યાં ગુરુ અને દેવ આત્યંતિક રૂપે ભિન્ન નથી.
ઉત્તરાધ્યયનમાં કહ્યું છે પ્રભુ સ્તુતિ-કીર્તન આદિથી જ્ઞાનદર્શનાદિરૂપ બોધિલાભ મળે છે. વળી, આ જ કાળમાં તે જીવન્મુક્તિનો અનુભવ કરાવે છે.
૨૨૬ ...
....... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only