SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ * “મારા ભાગ્યમાં ક્યાં ચારિત્ર છે?' એવું કહેનારો ‘મારા ભાગ્યમાં ક્યાં ભોજન છે?” એવું કદી કેમ નથી કહેતો? આજનું ભાગ્યગઈકાલનો આપણો પુરુષાર્થ છે. આજનો પુરુષાર્થ આવતીકાલનું ભાગ્ય બનશે. * કોઈ અષ્ટાંગયોગ, કોઈ બીજી ધ્યાન પદ્ધતિ બતાવે. ભગવાને સામાયિક બતાવ્યું, જે બધી ધ્યાન – પદ્ધતિઓને ટક્કર મારે. સામાયિક ભગવાને માત્ર કહ્યું નથી, જીવનમાં ઉતાર્યું છે. સામાયિકમાં સર્વ અનુષ્ઠાનોનો સંગ્રહ છે. સર્વજ્ઞ કથિત “સામાયિક ધર્મ પુસ્તક બહાર પડેલું છે તે જોજો. આપણી પાસે આવેલું સામાયિક ભરવાડના હાથમાં આવેલા ચિંતામણિ જેવું છે, જે કાગડાઓ ઉડાડવા તે ફેંકી દે છે. * નવકાર, કરેમિ ભંતે સિવાય બીજા સૂત્રો પોત-પોતાના શાસનમાં ગણધરોના અલગ અલગ હોય. શબ્દોમાં ફરક; અર્થમાં નહિમાટે જ કોઈ પણ તીર્થકરે કહેલું હોય પણ તેમાં કોઈ ફરક ન આવે. અનંતા તીર્થકરોએ જે કહ્યું છે એ જ તેઓ કહેશે. માટે જ સીમંધરસ્વામી પાસેથી સાંભળેલું નિગોદવર્ણન કાલિકાચાર્ય પાસેથી સાંભળતાં પણ સૌધર્મેન્દ્રને એવું જ લાગ્યું માથું ફરી ગયું હોય તે જ આગમમાં ફેરફાર કરે, કે ફેરફાર કરવાની ઈચ્છા કરે * જેટલી દષ્ટિ ખુલે તેટલી ઉત્તમતા દેખાય. મુનિચન્દ્રસૂરિજીને કોઢીયામાં ઉત્તમ પુરુષ (શ્રીપાળ) દેખાયો. સિદ્ધાંતો સૌ સંસારીને પણ સત્ - ચિત્ – આનંદથી પૂર્ણ જુએ છે. * મંત્ર, વિદ્યા, સિદ્ધિ વગેરે અનેક દૃષ્ટિએ લોગસ્સ સૂત્ર મહત્ત્વપૂર્ણ છે. કાયોત્સર્ગમાં પણ તેનો પ્રયોગ કરાય છે. કાર્યોત્સર્ગમાં તે ધ્યાનાત્મક બનતાં તેનું બળ વધી જાય. કોઈપણ વસ્તુ સૂક્ષ્મ બનતાં તેનું બળ વધી જાય છે. બોધિ સમાધિ પ્રાપ્ત કરવાની આમાં કળા છે. બીજા બધા મંત્ર-યંત્રાદિથી આ ચડી જાય. આ સૂત્રથી આપણું ચિત્ત પ્રસન્ન બને, જે પ્રસન્નતા સંસારમાં સૌથી દુર્લભ છે, કોડો ડોલરથી પણ મળતી નથી. અહીં વગર પૈસે લોગસ્સ તમને ચિત્તની પ્રસન્નતા આપવા સજજ છે. કારણ કે લોગસ્સમાં તીર્થકરનું ભાવપૂર્વકનું કીર્તન છે. એવં મએ અભિથુઆ = સામે રહેલાની સ્તુતિ! ભગવન્! આપ મારી સમક્ષ રહેલા છોને મેં આપની સ્તુતિ કરી છે. તમે આ લોગસ્સને જીવનમાં ઉતારવા માંગતા હો તો કહું નહિતો મૌન રહે કહે કલાપૂર્ણસૂરિ .. ૨ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy