________________
બુધ, ૮-૯-૯૯, શ્રા. વદ-૧૪.
* આપણા ઉપર એકેક પૂર્વાચાર્યનો ઉપકાર છે. જો એમણે શાસન ન ચલાવ્યું હોત તો? સાંકળના દરેક અંકોડાની જેમ એકેકનો ઉપકાર છે.
* જેઓ પામ્યા છે તેઓ પ્રભુના પ્રેમથી જ પામ્યા છે. પ્રભુપ્રેમની ઝલક મેળવનારાઓએ પોતાની સંપૂર્ણ જાત પ્રભુને સોંપી દીધી. આપણે તો ઘણું બધું રાખીને થોડુંક આપીએ છીએ. ભગવાનને સર્વપ્રથમ ઓળખનાર માનવ ગૌતમ હતા. આવ્યા હતા વાદ કરવા પણ થઈ ગયા શિષ્ય. મિથ્યાત્વ ગયું. સમ્યકત્વ આવ્યું. અપ્રમત્ત સુધીની ભૂમિકા ગૌતમ કોના થકી પામ્યા? કેવળ ભગવાનના પ્રેમના પ્રભાવથી જ.
દાનવીરમાણેકલાલચુનીલાલે (મુંબઈ) મને કહ્યું: “મેંબધાને બધી છુટ આપેલી, લેવાય તેટલું લઈ લો. પણ મારી પાસેથી કોઈ એક લાખ લેનારો નથી મળ્યો. એક ૫૦ હજારવાળો મળેલો.” માણસ કેટલું માંગી શકે? પોતાના ભાગ્યથી વધુ નહિ.
ભગવાન સર્વસ્વ આપવા તૈયાર છે. આપણે કેટલું લઈશું? માંગો તો આજે જ સમ્યત્વ મળી જાય.
જિનભક્તિરત ચિત્તને રે, વેધકરસ ગુણ પ્રેમ રે; સેવક જિનપદ પામશેરે, રસસિદ્ધ અય જેમ રે..”
લોઢા જેવા આત્માને પ્રભુ-ગુણના પ્રેમનો વેધકરસસ્પર્શે એટલે આત્મા પરમાત્મ - સુવર્ણત્વથી ઝળકી ઉઠે.
પેલો વેધકરસ મળે કે ન મળે, આપણા હાથમાં નથી, પણ પ્રભુ-ગુણનો પ્રેમ આપણા હાથની વાત છે. ૨૨૪ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org