________________
રૂા. બન્યા છે. એ જ રીતે પ્રીતિ જ આગળ જતાં અસંગરૂપ બને છે.
* આપણે છાસ્થ છીએ. આપણો કોઈ પર પ્રેમ વધુ કે કોઈ પર ઓછો હોય તેમ બની શકે, પણ વીતરાગ પ્રભુનો સર્વ પર નિવિશેષ (સમાનરૂપે) પ્રેમ વરસી રહ્યો છે. “આ મારા આ તારા. આ વહાલા, પેલા દવલા” એવો ભેદ પ્રભુના દરબારમાં નથી. જેમણે પ્રભુને ચાહ્યા, સેવ્યા, માન્યા તેમના પર પ્રભુ વરસી પડ્યા છે. તેમાં ભગવાને પક્ષપાત નથી ર્યો! કોઈ બારી-બારણા ખોલીને સૂર્યનો પ્રકાશ વધુ મેળવી લે કે કોઈ બારી-બારણા બંધ કરીને અંધકારમાં અથડાયા કરે તેમાં સૂર્યનો દોષ નથી. સૂર્યતો પ્રકાશ રેલાવી જ રહ્યો છે. પ્રકાશમાં જીવવું કે અંધકારમાં? તે તમારે જાતે નક્કી કરવાનું છે. ભગવાન સર્વત્ર કૃપાનો પ્રકાશ રેલાવી રહ્યા છે. કેટલો મેળવવો? તે આપણે નક્કી કરવાનું છે. માત્ર આપણે જ.
* તીર્થના ઉચ્છેદના આલંબનથી પણ અયોગ્યને સૂત્રો આપવાની યોગાચાર્યો ના પાડે છે.
હમણાં શશિકાન્તભાઈને પૂછયું કેમ હમણાં પરદેશ જવાનું બંધ ક્યું? તેમણે કહ્યું : કોઈ મતલબ નથી. એલોકોમાંધર્મને ધ્યાનની વાતો સમજવાની સ્વાભાવિક પાત્રતા જ નથી. ત્યાં જઈને માત્ર કંઠ-શીષ કરવાનો છે. એના કરતાં મૌન રહીને સાધના કરીએ તે સારું છે.”
સાચી વાત છે. કાચા ઘડામાં પાણીનનખાય. સડેલી કૂતરીને કસ્તૂરીન લગાડાય. અયોગ્યને સૂત્રન અપાય.
કહે કલાપૂર્ણસૂરિ .....
•. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org