SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દેહાધ્યાસ દેહને જ આપે. ભગવદધ્યાસ ભગવાન આપે. દેહાધ્યાસ દેહને જ આપે એટલે કે જન્મ-મરણના ચક્કર ચાલુ જ રહેશે. જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ હશે ત્યાં સુધી દેહમળ્યા જ કરશે. દરેક જન્મમાં દેહ મળ્યા જ કરે. દેહ– અધ્યાસ ટળે, આત્મા ઓળખાય તો જ “આત્મા’ મળે પરમાત્મા’ મળે. ૪ દિવસમાં સાધુએસાતવારત્યવંદન કરવાના છે. એભક્તિયોગની પ્રધાનતા દર્શાવે છે. ચૈત્યવંદન ભાષ્ય ભક્તિયોગના મંદિરનું પ્રથમ સોપાન છે. ચૈત્યવંદન પ્રભુ સાથે વાતચીતની કળા છે, એટલું જ નહિ સ્વયં પ્રભુ બનવાની કળા છે. ૪ આવશ્યક નિર્યુક્તિમાં વહિં જ્ઞાહિં માં ધ્યાનવિચાર તથા પંચવસ્તુક માં “સ્તવ પરિજ્ઞા આ બે ગ્રંથો હરિભદ્રસૂરિજી ની અણમોલ ભેટ છે. * કર્મ સાહિત્ય પછી જાણો. પહેલા દેવ-ગુરુ અને ધર્મને જાણો. દેવને જાણવા ચૈત્યવંદન ભાષ્ય. ગુરુને જાણવા ગુરુ વંદન ભાષ્ય. ધર્મ (તપ)ને જાણવા પચ્ચકખાણ ભાષ્ય. ત્રણ ભાષ્ય પછી કર્મગ્રંથ ભણવાની આપણી પદ્ધતિનું રહસ્ય આ છે. કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy