________________
વચન માની જાય એટલ વર્ણ યોગ સધાય. પણ મન જો માની જાય તો જ અર્થ અને આલંબન યોગ સધાય.
મન ચપળ છે એટલે એકી સાથે ઘણા કામ કરી શકે. અહીંમનને બે કામ સોંપવામાં આવ્યા છે, અર્થ અને આલંબનના.
કાયા અને વાણીથી અનેકગણી કર્મ – નિર્જરા મન કરાવી આપે છે. અને કર્મબંધન પણ એટલું જ કરાવી આપે.
વિષય - કષાયને સોપેલું મન સંસાર બનાવી આપે.
ભગવાનને સોંપેલું મને ભગવાન મેળવી આપે. માટે જ મોહરાજાનો પહેલો હુમલો મન પર થાય છે, જેમ શત્રુ પહેલો હુમલો એરપોર્ટ પર કરે છે!
* ચેત્યવંદન તમે પ્રભુનું કરો છો, એમનહિ, તમારી જ શુદ્ધ ચેતનાનું કરો છો. ભગવાન એટલે તમારું જ ઉજ્જવળ ભવિષ્ય! તમારી જ પરમ વિશુદ્ધ ચેતના ! ભગવાનની પ્રતિમામાં આપણું ભાવિ પ્રતિબિંબ નિહાળવાનું છે. એ સંદર્ભમાં ભૂલાઈ ગયેલા આત્માને યાદ કરવાની કળા એ ચૈત્યવંદન છે.
* ભુવનભાનુ કેવળીનું હોય કે મરીચિનું ચરિત્ર હોય, એમણે કરેલી ભૂલો, ભૂલોની મળેલી સજા, એ બધામાં આપણું પોતાનું ચરિત્ર જુઓ. એમણે કદાચ એક જ વાર ભૂલ કરી હશે. આપણે અનંતીવાર કરી છે. હવે ભૂલો ન થવી જોઈએ, એ શીખવાનું
* બહિરાત્મા, અંતરાત્માને પરમાત્મા–આ ત્રણ પ્રકારે બીજા જીવો છે, એમ નહિ, પણ આપણા ખુદમાં આ ત્રણ અવસ્થા પડેલી છે, એમ સમજો. જો આપણે શરીરને આત્મા માનીએ છીએ તો બહિરાત્મા છીએ. જો આત્માને આત્મા માનીએ છીએ તો અંતરાત્મા છીએ.
જો કેવળજ્ઞાન મેળવી લીધું છે તો પરમાત્મા છીએ. .. આપણા મોટા ભાગનો ભૂતકાળ “બહિરાત્મા' અવસ્થામાં ગયો. આપણોવર્તમાન અંતરાત્મા હોવો જોઈએ. આપણો ભવિષ્યકાળ પરમાત્મા' હોવો જોઈએ. * થર્મોમીટર તાવને માપવા માટે છે, અલમારીને શોભાવવા નહિ. આગમો આત્માને જોવા માટે છે, અલમારીને શોભાવવા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
..... કહે કલાપૂર્ણસૂરિ.org