________________
જીવો સાથે થાય તો જ પડિલેહણ આદિ ક્રિયાઓ જયણાપૂર્વક થઈ શકે.
ન્યાય, યોગ અને ૧૪ વિદ્યાના પારગામી બ્રાહ્મણ કુળમાંથી આવેલા હોવા છતાં હરિભદ્રસિરિજી જિનાજ્ઞા, આજ્ઞાવિહિત અનુષ્ઠાનો પ્રત્યે એવા સમર્પિત છે કે એકેક અનુષ્ઠાનોનું પૂર્ણ બહુમાનપૂર્વક વર્ણન કર્યું છે. ચાહે પડિલેહણનું હોય કે બીજું કોઈ અનુષ્ઠાન હોય. આજે મોટા સાધકો પણ કહે પ્રભુ પણ ક્યાં સુધી? ક્યારેક તો છોડવા પડશે ને? આખરે તો આત્મામાં જ કરવાનું છે ને? પણ હું કહું છુંઃ ભગવાન ક્યારેય છોડવાના નથી. ભગવાન છોડવા પડે એવી સ્થિતિ અહીં નથી આવવાની. સમગ્ર ભારતમાં આ પ્રચાર છે. દિગમ્બરોમાં તો ખાસ, પણ શ્વેતામ્બરોએ ભક્તિમાર્ગ બરાબર પકડી રાખ્યો છે.
૧૪ ગુણસ્થાનક પણ પ્રભુની સેવા છે.
નિમિત્તકારણનું આલંબન લેવામાં જ ન આવે તો શુદ્ધાત્મપ્રમિરૂપ કાર્ય ક્યાંથી મળે? દેવચન્દ્રજીકૃત ચન્દ્રભસ્વામીનું સ્તવન જુઓ.
જહાજ વિના સમુદ્ર ન તરાય તેમ ભગવાન વિના સંસારન તરાય. ધર્મ સ્થાપીને ભગવાન તારે, તેમ હાથ પકડીને પણ તારે ભગવાન માર્ગદર્શક છે, તેમ સ્વયં માર્ગરૂપ (મગ્ગો) પણ છે, ભોમિયારૂપ પણ છે.
જ્ઞાન- દર્શન - ચારિત્ર મોક્ષમાર્ગ છે, એ ખરું, પણ પ્રભુ પ્રત્યે પ્રેમ ન હોય તો આ જ્ઞાન-દર્શન-ચારિત્ર મળે જ નહિ.
ચશો વિ. ત્યાં સુધી કહે છેઃ “તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાનને ચારિત્ર તેહ છે...” ભગવાનનું ધ્યાન એ જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે.
* સર્વવિરતિનું આપણને સૂક્ષ્મ અભિમાન છે. આથી જ સ્વાધ્યાય પર જોર તો આપીએ છીએ, પણ ભક્તિ પર નહિ. સ્વાધ્યાય કરીશું, પુસ્તકો વાંચીશું, લખીશું, વ્યાખ્યાન આપીશું, પ્રસિદ્ધિનો આ જ માર્ગ છેને? ભગવાન પર પ્રેમ ક્યાં છે?
માજેમ પરાણે પણ બાળકને જમાડતેમ મહાપુરુષો આપણને પરાણે પણ ભક્તિમાં જોડે છે. એટલે જ તો દિવસમાં સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે.
જગચિંતામણિમાં નામાદિ ચારેયથી ભગવાનની ભકિત થઈ શકે; જો કરવી હોય. જગચિંતામણિ રોજ ત્રણ વાર, ચોવિહાર ઉપવાસમાં એક વાર અને તિવિહાર ઉપવાસમાં બે વાર બોલીએ છીએ, પણ કદી અર્થના ઊંડાણમાં ઊતર્યા?
મર્ષિાવતિ થા” અહીં “ધાર્યા લખ્યું, ” નહિ. કહે કલાપૂર્ણસૂરિ .....
. ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org