________________
- ક
ર તે આ 'ને
f / ને
Site"
મંગળ ૨૪-૮-૯૯, શ્રા. સુદ-૧3
* ડૂબતાને જહાજ, અંધારામાં અથડાતાને દીપક, મારવાડમાં બપોરે વૃક્ષ, હિમાલયની ઠંડીમાં અગ્નિ મળે તેમ અસાર સંસારમાં આપણને તીર્થ મળ્યું છે.
સભ્ય દર્શન રાજમાર્ગ છે. માર્ગાનુસારિતા ત્યાં પહોંચાડનારી પગદંડી છે. માર્ગ સાવ જ ભૂલી જઈએ, ત્યારે આપ મેળે આપણને સાચો રસ્તો નથી મળતો, કોઈ ભોમિયાની જરૂર પડે છે. જેને ચાલવાની આદત છે, જે રસ્તો ભૂલ્યા છે, તેમને આ વાત સમજાશે. ભગવાન પણ સંસારના જંગલમાં ભૂલેલા આપણા માટે ભોમિયા છે. અનેક મતભેદો છે; આ સંસારમાં. એમાં આપણને ફાવતો મત આપણે પકડી લઈએ છીએ. ભગવાને કહ્યો તે નહિ, આપણને ફાવે તે માર્ગ સાચો માની લઈએ છીએ. આવી મનઃસ્થિતિને બદલાવનાર ભગવાન છે.
* જ્યારે પણ મોક્ષ મળશે ત્યારે કર્મબંધનના હેતુઓથી નહિ, કર્મનિર્જરાના હેતુઓથી મળશે.
મિથ્યાત્વ - અવિરતિ – પ્રમાદ – કષાય - યોગ સંસાર માર્ગ છે.
સમ્યકત્વ - વિરતિ – અપ્રમાદ – અકષાય - શુભયોગ મોક્ષમાર્ગ છે. આપણે ક્યા માર્ગે ચાલવું છે? રસ્તાઓ ઘણા દેખાવાના. તે વખતે માથું ઠેકાણે રાખીને એક જિનોપદિષ્ટ નિશ્ચિત માર્ગ પર ચાલવાનો નિર્ણય રાખવો પડશે.
* આપણા શરીરને આપણે કેટલું સાચવીએ છીએ? જરાય તકલીફ ન થાય તેની પૂરી તકેદારી રાખીએ છીએ. એવું જ વર્તન જગતના તમામ જીવો સાથે, છકાયના
૧૭૬ ...
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org