________________
પૂરવ ભવ વ્રત ખંડન ફલ એ, પંચવસ્તુની શિક્ષા.”
– ૩૫૦ ગાથાનું સ્તવન.
આ જ પંચવસ્તુકનો ભાવ થશો વિ. એ આ રીતે દર્શાવ્યો છે.
ગૃહસ્થપણામાં ધ્યાનમાં સ્થિરતા નથી આવતી તે અંગે કહે છેઃ મોટા ભાગે ગૃહસ્થો ચિન્તામાં પડ્યા હોય. પૈસાની, સરકારની, ગુંડાની, ચોરની બીજી પણ હજારો પ્રકારની ચિન્તામાં ધ્યાનમાં સ્થિરતા આવવી મુશ્કેલ છે.
હવે વાત રહી પરોપકારની. ગૃહસ્થો માત્રઅન્નદાન આપે છે. જ્યારે સાધુ અભયદાન આપે છે. અભયદાન કરતાં કોઈ મોટું દાન નથી. ગૃહસ્થપણામાં સંપૂર્ણ અભયદાન સંભવિત નથી. અભયદાન માટેની પેલી ચોસ્તી પ્રસિદ્ધ વાર્તા પછી કરીશું.
ભક્તિ ચૈત્યવંદન ભક્તિયોગ છે. સ્વાધ્યાય જ્ઞાનયોગ છે. પાલન કરવું છે ચારિત્રયોગનું તો ભક્તિ અને જ્ઞાનયોગ કેમ? એ બન્ને ચારિત્રને પુષ્ટ બનાવનારા છે માટે. જો તમે ભક્તિ અને જ્ઞાન છોડી દો તો ચારિત્ર રીસાઈને ચાલ્યું જશે. એ કહેશે એ બન્ને વગર હું તમારે ત્યાં રહી શકું તેમ નથી.
દેરાસરમાં માત્ર પા કલાક જ કાઢો છો? સાત ચૈત્યવંદનો કેવા કરો છો? તે નિરીક્ષણ કરજો. ભક્તિ વિના શી રીતે ટકશે ચારિત્ર?
જાતને એકાંતમાં પૂછજોઃ તને કોના પર વધુ રાગ છે? કોના પર રાગ રાખવાથી વધુ લાભ છે? * * આત્મા માલિક છે. શરીર નોકર છે. અત્યારે ભાડેથી રાખેલો છે. એને એકાદ ટાઈમ ભોજન, થોડોક આરામ આપવાનો, આટલુંઠરાવ્યું છે. હવે જો નોકર જ શેઠ થઈ જતાં હોય તો વિચારવા જેવું નહિ? ઘોડો જ ઘોડેસ્વારનો માલિક બની જતો હોય તો વિચારવા જેવું નહિ? ઈન્દ્રિયોના ઘોડાની લગામ આપણા હાથમાં છે?
જો આપણી પાસેઈન્દ્રિયોને, શરીરને નિયંત્રણમાં લાવવાની શક્તિનથી તો સમર્થને શરણે જાવ; ભગવાનના શરણે....!
સંયમ સારી રીતે પાળવું હોય તો વ્યક્તિ વિના ઉદ્ધાર જ નથી, મૈત્રી વિના ઉદ્ધાર નથી. મૈત્રી દ્વારા જીવો સાથેનો સંબંધ અને ભક્તિ દ્વારા ભગવાન સાથેનો સંબંધ સુધારવાનો છે. એ વિના ચારિત્રની શુદ્ધિ નથી, પ્રાપ્તિ નથી, એટલું લખી રાખજો.
૧૫૪ ..
•
......... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org