________________
દીક્ષા લઈને આવ્યા પછી રાજસ્થાનમાં ઘણા પૂછતા આ (બાલમુનિઓ) ક્યાંથી ઊઠાવી લાવ્યા? ગુરુ મહારાજ કહેતાઃ “એમના પિતા સાથે છે.”
ઘણાબાળદીક્ષાનો વિરોધ કરતા, ઊઠાવી જવાની પણ વાતો કરતા. તેમને જડબાતોડ જવાબ અપાતા.
સંયમીનું જીવન એટલે અસલામતીનું જીવન...! એને વળી સલામતી શાની ? અજ્ઞાત ઘરોમાં જવાનું! જ્ઞાતને ત્યાં જવાનું તો હમણાં હમણાં થઈ ગયું. અસલામતીમાં રહેવાથી આપણું સાહસ, સત્ત્વ આત્મવિશ્વાસ આદિ ગુણો વધે છે.
અહીં આવ્યા પછી શક્તિ ન હોય તો પણ તપ કરવો જ એવું નથી. એક સાધુ, વર્ષીતપ, ઓળી, માસક્ષમણ વગેરે કરે એટલે બીજાએ કરવું જ, એવું નથી. શાસ્ત્રકાર કહે છે :
सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा ण हायति ।। तत् हि तपः कर्तव्यं, येन मनोऽसुंदरं न चिन्तयति । येन न इन्द्रिय-हानिः, येन च योगाः न हीयन्ते ।।
- પંચવસ્તુક ર૧૪. જે તપમાં બાટલા લેવા પડે, ઈજેક્શન લેવા પડે, બેસીને ક્રિયાઓ કરવી પડે, આંખો નબળી પડે, શરીર સાવ જ કથળી જાય, એવો તપ કરવાની શાસ્ત્રકારચોકુખીના પાડે છે.
* સાધુની ભિક્ષાના બે નામ છેઃ ગોચરી અને માધુકરી...! ગાય અને ભમરો બન્ને ઘાસ અને ફૂલને પીડા આપ્યા વિના થોડું થોડું લે છે. માટે તેમના નામ પરથી ગોચરી અને માધુકરી (ગો = ગાય, મધુકર = ભમરો) શબ્દો બન્યા છે.
* સાધુનું જીવન જ એવું છે જો તેનું સુંદર રીતે પાલન કરવામાં આવે તો આ જીવનમાં પણ સુખ અને પરલોકમાં પણ સુખ...!
જેઓ દ્રવ્યદીક્ષિત બનીને માત્ર ઉદર માટે જ ભિક્ષાર્થે ફરે છે, તેનો જિનેશ્વરદેવે નિષેધ ર્યો છે. તેઓને પાપનો ઉદય છે, એમ જરૂર કહી શકાય. આવાઓ ન તો સાધુ છે, ન ગૃહસ્થ છે, ઉભયભ્રષ્ટ છે. “લહે પાપ - અનુબંધી પાપે, બલ-હરણી જન-ભિક્ષા;
કહે કલાપૂર્ણસૂરિ ...
••• ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org