________________
સંયમ ભલે મળી ગયું, પણ સુરક્ષા માટે ભક્તિ અને જ્ઞાનયોગ જોઈશે જ. એટલે જ હું કેટલાય દિવસથી ‘મત્તિ માવત્તિ થા’ પર અટકી ગયો છું.
પરમાત્મા દ્વારા ભૂલાયેલા આત્માને શોધી કાઢવાનો છે. ન મળે ત્યાં સુધી પરમાત્માને છોડવાના નથી. ‘કબજે આવ્યા તે નવિ છોડું’ વગેરે પંક્તિઓ દ્વારા મહાપુરુષો આપણને શીખવે છે ઃ કદી પ્રભુને નહિ છોડતા. હું પણ તમને આ જ શીખવું છું : પ્રભુને નહિ છોડતા. ભગવાન પાસે હઠ લઈને બેસી જાવ. પ્રભુ ! તમને કદી નહિ જ છોડું. * ફંડમાં વધુમાં વધુ કેટલું આપો ? ને દીકરાને કેટલું આપો ? બધું જ ! ભગવાન આપણા પરમપિતા છે. પોતાનો બધો જ શ્રુતખજ નો ગણધરોને આપ્યો. પોતે દેશના આપીને પછી કોને દેશના આપવા દે ? ગણધરને. શિષ્ય પુત્ર જ છે. શાન સમજ વધે તેમ ભગવાન પ્રત્યે પ્રેમ વધે જ. તો જ સમજ વધી છે, કહી શકાય. યશો વિ.ને સમજ વધતાં–વધતાં પ્રભુમાં જ સર્વસ્વ દેખાયું. છેવટે કહી દીધું : ‘‘જ્ઞાનના દરિયાનું વલોણું કરતાં મને ભક્તિનું અમૃત મળ્યું છે. આ જ સાર છે...!’
એમ
સમજની આ જ કસોટી છે.
-
ભાવ તીર્થંકર પ્રત્યે પ્રેમ ક્યારે પ્રગટશે ? નામ, મૂર્તિ પર પ્રેમ હશે ત્યારે ! અત્યારે આપણી ભગવાને પરીક્ષા કરી છે, કરી રહ્યા છે– એમ માનજો. ભગવાન જોઈ રહ્યા છે ઃ આ ભગત મારા નામ અને મૂર્તિ પર કેટલો પ્રેમ ધરાવે છે, એ જરા જોવા તો દો! જે મારા નામ – મૂર્તિ પર પ્રેમ નહિ કેળવે તે મારી પર પ્રેમ કેળવશે, એમ માની શકાય નહિ.
* દ્રવ્યનું દ્રવ્યમાં સંક્રમણ નથી, ગુણોનું સંક્રમણ છે. ચાંદની છે ત્યાં ચન્દ્ર છે. ગુણો છે ત્યાં પ્રભુ છે ! ગુણરૂપે સર્વત્ર પ્રભુ પથરાયેલા છે.
પ્રભુનો પ્રેમ એટલે ગુણોનો પ્રેમ, સાધનાનો પ્રેમ ! ગુણો પર પ્રેમ જાગ્યો એટલે ગુણો આવવાના જ ! વ્યક્તિ એકબીજામાં સંક્રાન્ત ન થાય, પણ ગુણ સંક્રાન્ત થાય. સાકર, લોટ + ઘીમાં જાય તો શીરો થઈ જાય, દૂધને મીઠું બનાવી દે. તેમ ભગવાન પણ ગુણરૂપે આવીને આપણા જીવનને, આપણા વ્યક્તિત્વને મધુર બનાવી દે છે.
હે કલાપૂર્ણસૂરિ ...
Jain Education International
For Private & Personal Use Only
૧૫૫
www.jainelibrary.org