SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. જીતÍવૈ. મ.ની બેવ. તિથિ. મંગળ, ૩-૮-૯૯, અષા. વ. ૬, * પરોપકાર અન્તતોગત્વા સ્વોપકાર જ છે, એ વાત સમજાય નહિ ત્યાં સુધી આપણે પરોપકારમાં ઢીલા જ રહેવાના. બીજો મારી વસ્તુ કેમ વાપરે ? આ વૃત્તિ ગઇ નથી તો સમજી લેવું આપણે પરોપકાર રસિક નથી બન્યા. સ્વ-પરનો ભેદ ભગવાનને ત્યાં છે જ નહિ. ‘આ મારો આ પારકો’ આ વૃત્તિ ક્ષુદ્ર છે. ગૌતમસ્વામી વગેરેએ સુધર્માસ્વામીને સ્વ-શિષ્યો સોંપી દીધા. ‘સ્વ-પર’નો ભેદ મટી ગયો હશે ત્યારે ને ? ભગવાન તો સર્વ જીવો પ્રતિ આત્મ તુલ્ય દૃષ્ટિવાળા બનેલા હતા. આપણી જીવનભરની સમતા - સામાયિક છે. રોજ-રોજ સમતા વધતી જવી જોઈએ. આ મુનિ – જીવનમાં સમતા નહિ આવે, કષાયો નહિ ઘટે તો ક્યાં ઘટશે ? તિર્યંચમાં ? નરકમાં ? નિગોદમાં ? બે ઘડી પછી શું થવાનું છે તેની કોને ખબર છે ? ભુજમાં હું દેરાસરમાં જવાનો હતો, ‘‘પણ પહેલા વરઘોડામાં જઈ આવું, પછી દેરાસર જઈશ.’’ એમ વિચારી વરઘોડામાં ગયો, પણ કોને ખબર હતી કે હવે દેરાસર નહિ, સીધું મારું સ્થાન હૉસ્પિટલમાં હશે ! ૧૫ દિવસ સુધી લગાતાર દર્શન ન થયા. (ગાયે લગાડ્યું ત્યારે.) ‘વવિઘો હૈં મુદ્દો’ એમને એમ નથી કહેવાયું. લેફ્ટ વખતે લેફ્ટ જ, રાઈટ વખતે રાઈટ જ પગ સૈનિકોનો આગળ આવે. લેફ્ટ - રાઈટનો સવાલ નથી, શિસ્તનો સવાલ છે. અહીં જોગમાં પણ ખમાસમણ ઈત્યાદિ કહે કલાપૂર્ણસૂરિ ૧૦૦ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy