________________
ભગવાન ભલે મોટા હોય, ભારે હોય, પણ ભગવાનનું નામ સાવ જ હલકું અને સરળ છે. એ નામનું આલંબન તો આપણે લઈ શકીએ ને ? નવકાર પ્રભુનું નામ છે. ‘ૐ હ્વીં શ્રી અજ્જૈ નમઃ ।'
આ સપ્તાક્ષરી મંત્ર પણ ‘નમો અરિહંતાણં’ નું રૂપાંતર છે. એ પણ ન ફાવે તો માત્ર ‘અરિહંત’ કે ‘ૐ નમઃ’ કે ‘અર્હ’ કે ‘ૐ’નો જાપ પણ કરી શકાય.
બધા જ મંત્રોમાં પ્રભુ રહેલા છે, એ ભૂલવાનું નથી.
મંત્રથી અવશ્ય આપણું અનુસંધાન પ્રભુ સાથે જોડાય.
ફોન કરો ને બીજાની સાથે સંપર્ક થાય, તેમ મંત્રદ્વારા ભગવાન સાથે સંપર્ક થાય. એવું કોઈ ક્ષેત્ર નથી કે એવો કોઈ કાળ નથી કે જ્યારે પ્રભુ-નામ લઈ ન શકાય. નામાદિ રૂપે જ ભગવાન આખા જગતને પવિત્ર બનાવી રહ્યા છે. ભગવાનનો સંકલ્પ આ રીતે વિશ્વમાં કામ કરી રહ્યો છે.
‘નામાડઽતિ દ્રવ્યમાવ:''
એ
પ્રભુને ધારી રાખવા હોય તો એમના નામને પકડો અથવા એમની મૂર્તિને પકડો. પ્રભુના જ રૂપો છે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૯૯
www.jainelibrary.org