________________
પર
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પણ તે સમયે લખાયાં.
અપૂર્ણ ઉપલબ્ધ “પ્રમાણમીમાંસા'ની રચના અનુશાસનો પછી થઈ. સંભવ છે કે તે હેમચન્દ્રના જીવનની અંતિમ કૃતિ હોય. યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત નામનું વિશાલ જૈન પુરાણ, સ્તોત્ર આદિની રચના પણ કુમારપાલના રાજ્યકાલમાં જ થઈ હતી. તેમના અન્ય પૂર્વરચિત ગ્રન્થોમાં સંશોધન અને તેમના ઉપર સ્વોપજ્ઞ ટીકાઓ લખવાની પણ પ્રવૃત્તિ ચાલતી હતી.'
“પ્રભાવક ચરિત'માં હેમચન્દ્રના “આસ્થાન' (વિદ્યાસભા)નું વર્ણન છે, તે ઉલ્લેખનીય છે.
હેમચન્દ્રનું આસ્થાન જેમાં વિદ્વાનો પ્રતિષ્ઠિત છે, જે બ્રહ્મોલ્લાસનું નિવાસસ્થાન અને ભારતીનું પિતૃગૃહ છે, જ્યાં મહાકવિઓ અભિનવગ્રન્થોનું નિર્માણ કરવામાં વ્યસ્ત છે, જ્યાં પટ્ટિકા (પાટી) અને પટ્ટ ઉપર લેખો લખાઈ રહ્યા છે, શબ્દવ્યુત્પત્તિને માટે ઊહાપોહ થતા રહેવાથી વાતાવરણ મનોહર છે, અને જ્યાં પુરાણકવિઓ દ્વારા પ્રયુક્ત શબ્દો દષ્ટાન્ત તરીકે ઉલ્લેખવામાં આવે છે.”
[૬] હેમચન્દ્ર રાજકીય વિષયોમાં કેટલો ભાગ લીધો હશે એ જાણવા માટે નહિવત શેયસામગ્રી છે. તે એક રાજાના સમ્માન્ય મિત્રતુલ્ય અને બીજા રાજાના ગુરુસમ હતા. રાજદરબારમાં અગ્રગણ્ય અનેક જૈન ગૃહસ્થોના જીવન ઉપર તેમનો પ્રભાવ હતો. ઉદયન અને વાડ્મટ આદિ મંત્રીઓની સાથે તેમનો સંબંધ ગાઢ હતો. એવી પરિસ્થિતિમાં કેટલાક લોકો હેમચન્દ્રને રાજકીય વિષયોમાં મહત્ત્વ દેતા હતા. પરંતુ રાજનીતિક કહી શકાય એવી એક જ વાતમાં પરામર્શદાતા તરીકે હેમચન્દ્રનો ઉલ્લેખ “પ્રબન્ધકોશ'માં આવે છે. જેમ સિદ્ધરાજને કોઈ સીધો ઉત્તરાધિકારી ન હતો તેમ કુમારપાલને પણ કોઈ સીધો ઉત્તરાધિકારી ન હતો. તેથી સિંહાસન કોને આપવું તે અંગે સલાહ લેવા માટે વૃદ્ધ
૧. કાવ્યાનુશાસન પ્રસ્તાવના . ૨૮૯ તથા પૃ. ૨૫૫-૨૬૧. ૨. સચવામિનવગ્રન્થનમહાવી
पट्टिकापट्टसंघातलिख्यमानपदव्रजे॥ शब्दव्युत्पत्तयेऽन्योन्यं कृतोहापोहबन्धुरे। पुराणकविसंदृष्टदृष्टान्तीकृतशब्दके। ब्रह्मोल्लासनिवासेऽत्र भारतीपितृमन्दिर। श्रीहेमचन्द्रसूरीणामास्थाने सुस्थकोविदे ।
–પ્રભાવચરિત, પૃ. ૩૧૪, શ્લોક ૨૯૨-૨૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org