________________
૨૩
ગ્રંથકારનો પરિચય કુમારપાલ વૃદ્ધ હેમચન્દ્રને મળવા માટે ઉપાશ્રયે ગયા; સાથે વસાહ આભડ નામના જૈન મહાજન પણ હતા. હેમચન્દ્ર દૌહિત્ર પ્રતાપમલ્લને (જેની પ્રશંસા ગંડ ભાવ બૃહસ્પતિના શિલાલેખમાં પણ આવે છે) ધર્મસ્થર્ય' માટે ગાદી દેવાની સલાહ આપી કારણ કે સ્થાપિત ધર્મ'નો અજયપાલથી હૂાસ સંભવતો હતો. જૈન મહાજન વસાહ આભડે એવી સલાહ આપી કે “ગમે તે થાય પણ પોતાનો જ કામનો' એ કહેવત અનુસાર અજયપાલને જ રાજ અપાય.'
આ સિવાય હેમચન્દ્ર અન્ય કોઈ રાજકીય ચર્ચામાં સ્પષ્ટપણે ભાગ લીધો હોય તો તેનું પ્રમાણ મારી જાણમાં નથી.
સિદ્ધરાજને હેમચન્દ્ર કેટલા માન્ય હતા એનું કુમારપાલપ્રતિબોધમાં સંક્ષેપમાં જ વર્ણન છે જયારે કુમારપાલને હેમચન્દ્ર કેવી રીતે જૈન બનાવ્યા એના માટે તો આખો ગ્રન્થ જ લખાયો છે. ગ્રન્થના અંતે એક શ્લોક છે – “પ્રભુ હેમચન્દ્રની અસાધારણ ઉપદેશભક્તિની અમે સ્તુતિ કરીએ છીએ, જેમણે અતીન્દ્રિય જ્ઞાનથી રહિત હોવા છતાં પણ રાજાને પ્રબોધિત કર્યો.”
“પ્રભાવચરિત અનુસાર હેમચન્દ્ર વિ. સં. ૧૨૨૯(ઈ.સ. ૧૧૭૩)માં ૮૪વર્ષની ઉંમરે દિવંગત થયા.
[૭] હેમચન્દ્રવિરચિત ગ્રન્થોની સમાલોચનાનું આ સ્થાન નથી. પ્રત્યેક ગ્રન્થના સંક્ષિપ્ત પરિચય માટે પણ એક એક સ્વતંત્ર લેખની આવશ્યકતા રહે. શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છન્દોનુશાસન, અભિધાનચિન્તામણિ અને દેશીનામમાલા – એ ગ્રન્થોમાં તે તે વિષયની તે સમય સુધીની ઉપલબ્ધ સંપૂર્ણ સામગ્રીનો સંગ્રહ થયો છે. તે બધા તે તે વિષયના આકરગ્રન્થો છે. ગ્રન્થોની રચના જોતાં જણાય છે કે તે ગ્રન્થો ક્રમશઃ આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓની આવશ્યકતા પૂર્ણ કરવાના પ્રયત્નો છે. ભાષા અને વિશદતા આ ગ્રન્થોનું મુખ્ય લક્ષણ છે. મૂલ સૂત્રો તથા તે ઉપરની સ્વોપજ્ઞ
૧. આમત્રણાના સમાચાર હેમચન્દ્રના એક વિદ્વેષી શિષ્ય બાલચન્દ્ર દ્વારા અજયપાલને મળ્યા હતા.
જુઓ પ્રબન્ધકોશ, પૃ. ૯૮. २. स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरे
रनन्यतुल्यामुपदेशशक्तिम्। अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यत्क्षोणिभर्तुळधित प्रबोधम् ।।
–કુમારપાલપ્રતિબોધ, પૃ.૪૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org