________________
ગ્રંથકારનો પરિચય
જયસિંહ સાથેનો પરિચય સમવયસ્ક વિદ્વાન મિત્ર જેવો લાગે છે જ્યારે કુમારપાલની સાથેનો પરિચય ગુરુ-શિષ્ય જેવો જણાય છે. હેમચન્દ્રના ઉપદેશથી, એવું જાણવા મળે છે કે, કુમારપાલ પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં પ્રાયઃ બાર વ્રતધારી શ્રાવક જેવા બની ગયા હશે. પરંતુ તે ઉપરથી એવું અનુમાન કરવાની આવશ્યકતા નથી કે કુમારપાલે પોતાના કુળદેવ શિવની પૂજા છોડી જ દીધી હશે.૧
હેમચન્દ્રના ઉપદેશથી કુમારપાલે કેવળ પોતાના જ જીવનમાં પરિવર્તન ન કર્યું પરંતુ ગુજરાતને દુર્વ્યસનોમાંથી મુક્ત કરવાના યોગ્ય પ્રયત્નો પણ કર્યા. તેમાં પણ ખાસ કરીને જુગાર અને મઘનો પ્રતિબંધ કરાવ્યો, અને નિર્વંશના ધનાપહરણનો કાયદો પણ રદ કર્યો. હેમચન્દ્રના સદુપદેશથી યજ્ઞયાગાદિમાં પશુહિંસા બંધ થઈ અને કુમારપાલના સામન્ત્રોના શિલાલેખો અનુસાર અમુક અમુક દિવસ માટે પશુહિંસાનો પ્રતિબંધ પણ કરવામાં આવ્યો હતો. કુમારપાલે અનેક જૈન મંદિરો પણ બંધાવ્યાં હતાં જેમાંથી એક ‘કુમારવિહાર' નામના મંદિરનું વર્ણન હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રે ‘કુમારવિહારશતક’માં કર્યું છે. ‘મોહરાજપરાજય’ નામના સમકાલીનપ્રાય નાટકમાં પણ આ ઘટનાઓનો રૂપકમય ઉલ્લેખ છે.
૫૧
તે સમયના અન્ય મહાપુરુષોની સાથેના હેમચન્દ્રના સંબંધ તથા વર્તન વિષયક થોડીક જાણવા જેવી સામગ્રી મળે છે. એ વાત પહેલાં કહી જ ગયા છીએ કે ઉદયન મંત્રીના ઘરમાં તેમના પુત્રો સાથે બાળપણમાં ગંગદેવ રહ્યા હતા. હેમચન્દ્રને સાધુ બનાવવામાં પણ ઉદયન મંત્રીએ અત્યધિક ભાગ લીધો હતો. ત્યાર પછી ઉદયનપુત્ર બાહડ દ્વારા કુમારપાલ સાથે હેમચન્દ્રનો ગાઢ પરિચય થયો હતો એનો નિર્દેશ પણ અમે કરી દીધો છે.
‘પ્રભાવકચરિત’માં ‘મહામતિ ભાગવત દેવબોધ'નો ઉલ્લેખ આવે છે, તેમની સાથે હેમચન્દ્રનો પરસ્પર વિદ્વત્તાની કદર કરનારો મૈત્રીસંબંધ હતો. વડનગરની પ્રશસ્તિના કવિ શ્રીપાલ સાથે પણ હેમચન્દ્રનો ગાઢ પરિચય હતો.
તે સમયે ટ્રેનચન્દ્રની સાહિત્યિક પ્રવૃત્તિ પૂર્ણ ઉત્સાહથી ચાલી રહી હતી. સિદ્ધહેમ શબ્દાનુશાસન પછી કાવ્યાનુશાસન તથા છન્દોનુશાસન કુમારપાલના સમયમાં પ્રસિદ્ધ થઈ ગયાં હતાં. સંસ્કૃત યાશ્રયનો અંતિમ સર્ગ તથા પ્રાકૃત ઊઁચાશ્રય — કુમારપાલચિરત
૧. એક તરફ જેવી રીતે હેમચન્દ્ર પોતાના ગ્રન્થોમાં તેને ‘પરમાર્થત’ કહે છે તેવી જ રીતે બીજી તરફ પ્રભાસપાટણના ‘ગંડ’ ભાવ બૃહસ્પતિએ વિ. સં. ૧૨૨૯(ઈ.સ.૧૧૭૩)ના ભદ્રકાલીના શિલાલેખમાં કુમારપાલને ‘માહેશ્વરનૃપાગુણી’ કહ્યા છે અને સંસ્કૃત યાશ્રયના વીસમા સર્ગમાં કુમારપાલની શિવભક્તિનો ઉલ્લેખ છે. જુઓ ક્રાવ્યાનુશાસન પ્રસ્તાવના પૃ. ૩૩૩ અને ૨૮૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org