________________
ગ્રંથકારનો પરિચય
૪૯ વિ.સં. ૧૧૯૧-૯૨માં (ઈ.સ. ૧૧૩૬ના પ્રારંભે) બની હશે. તે સમયે હેમચન્દ્રની ઉમર છેતાળીસ-સુડતાળીસ વર્ષની હશે.
જયસિંહ સિદ્ધરાજ અને હેમચન્દ્રનો સંબંધ કેવો હશે એનું અનુમાન કરવા માટે પ્રથમ આધારભૂત ગ્રન્થ “કુમારપાલપ્રતિબોધ'માંથી કંઈક જાણકારી મળે છે—
બુધજનોના ચૂડામણિ ભુવનપ્રસિદ્ધ સિદ્ધરાજને સંપૂર્ણ સંશયસ્થાનોમાં તે પૂછવા યોગ્ય હતા. મિથ્યાત્વથી મુગ્ધમતિ હોવા છતાં પણ તેમના ઉપદેશથી જયસિહ રાજા જિનેન્દ્રના ધર્મમાં અનુરક્તમના બન્યો. તેમના પ્રભાવમાં આવીને જ તેણે તે જ નગરમાં (અણહિલપુરમાં) રમ્ય “રાજવિહાર' નિર્માણ કર્યો અને સિદ્ધપુરમાં ચાર જિન પ્રતિમાઓથી સમૃદ્ધ “સિદ્ધવિહાર' બંધાવ્યો. જયસિંહદેવના કહેવાથી આ મુનીન્દ્ર “સિદ્ધહેમ' વ્યાકરણ રચ્યું, તે નિઃશેષ શબ્દલક્ષણનું નિધાન છે. અમૃતમયી વાણીમાં વિશાલ એવા તેમને ન મળવાથી જયસિંહદેવના ચિત્તમાં એક ક્ષણ પણ સન્તોષ થતો ન હતો.”– કુમારપાલપ્રતિબોધ, પૃ. ૨૨.
આ કથનમાં ઘણું બધું ઐતિહાસિક તથ્ય જણાય છે. હેમચન્દ્ર અને જયસિંહનો સંબંધ ક્રમશઃ ગાઢ થયો હશે, અને પોતાની વિદ્વત્તા અને વિશદ પ્રતિપાદનશૈલીથી (જે તેમના ગ્રન્થોમાં સ્પષ્ટ દેખાય છે) હેમચન્દ્ર જયસિંહના વિચારસારથિ બન્યા હશે. જયસિંહના ઉત્તેજનથી હેમચન્દ્રને વ્યાકરણ, કોશ, છંદ અને અલંકારશાસ્ત્ર રચવાનું નિમિત્ત મળ્યું અને પોતાના રાજાનું કીર્તન કરનારું, વ્યાકરણ શિખવાડનારું તથા ગુજરાતના લોકજીવનના પ્રતિબિંબને ધારણ કરનારું ‘જ્યાશ્રય” નામનું કાવ્ય રચવાનું મન થયું.
ઇષ્ટ દેવતાની ઉપાસનાની બાબતમાં જયસિંહ કટ્ટર શૈવ જ રહ્યા એ કુમારપાલપ્રતિબોધના “
મિચ્છત્ત-મોહિય-મઈ” – મિથ્યાત્વમોહિતમતિ વિશેષણથી જ ફલિત થાય છે. પરંતુ એવું માનવાનું કારણ છે કે ધર્મવિચારણાના વિષયમાં સાર ગ્રહણ કરવાની ઉદાર વિવેકબુદ્ધિથી હેમચન્દ્રની ચર્ચાઓ થતી હશે; અને ઘણો સંભવ છે કે ઈતર ધર્મો ઉપર આક્ષેપ કર્યા વિના જ તેમણે જૈન ધર્મના સિદ્ધાન્તોને સમજાવી જયસિંહને તેમનામાં “અનુરક્ત મનવાળો કર્યો હશે.
પ્રબન્ધચિન્તામણિ'ના “સર્વદર્શનમાન્યતા' નામના પ્રબન્ધનો અહીં ઉલ્લેખ કરવો ઉચિત ગણાશે– “સંસારસાગરને પાર કરવાના ઇચ્છુક શ્રી સિદ્ધરાજ “દેવતત્ત્વ' અને
૧. યાશ્રય (સર્ગ ૧૫, શ્લોક ૧૬) અનુસાર સિદ્ધપુરમાં જયસિંહેચરમ તીર્થંકર મહાવીર સ્વામીનું
મંદિર બંધાવ્યું હતું. અન્ય ઉલ્લેખો માટે જુઓ કાવ્યાનુશાસનપ્રસ્તાવના પૃ. ૧૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org