________________
૪૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ખૂબ ધૂમ્યા હશે એ સંભવ છે; પરંતુ ઉપર કહ્યું તે મુજબ ગુરુની આજ્ઞાથી ગુર્જર દેશમાં જ પોતાનું ક્ષેત્ર મર્યાદિત કરવા માટે તે બાધ્ય થયા.
હેમચન્દ્ર અણહિલ્લપુર પાટનમાં સૌ પ્રથમ કયા વર્ષમાં આવ્યા, જયસિંહ સાથે પ્રથમ સમાગમ ક્યારે થયો ઇત્યાદિ નિશ્ચિતપણે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. પરંતુ તે રાજધાની પંડિતો માટે આકર્ષણ હતી. તેથી વિદ્યાપ્રાપ્તિ માટે અને પાંડિત્યને કસોટી પર કસવા માટે હેમચન્દ્રનું આચાર્ય બન્યા પહેલેથી જ ત્યાં આવવુંજવું થયું હશે એ સંભવ છે.
‘પ્રભાવકચરિત’ અને ‘પ્રબન્ધચિન્તામણિ’ અનુસાર કુમુદચન્દ્રની સાથેના શાસ્ત્રાર્થ સમયે હેમચન્દ્ર ઉપસ્થિત હતા અર્થાત્ વિ.સં. ૧૧૮૧ (ઈ.સ. ૧૧૨૫)માં તે જયસિંહ સિદ્ધરાજની પંડિત સભામાં વિદ્યમાન હતા. તે સમયે તેમની ઉંમર એકત્રીસ વર્ષની હશે અને આચાર્યપદ મળ્યાને દશકો વીતી ગયો હશે. તે સમયે હેમચન્દ્ર વાદી દેવચન્દ્રસૂરિ જેટલા પ્રતિષ્ઠિત નહિ હોય, અથવા તેમનું વાદકૌશલ શાન્તિસૂરિ આદિની તાર્કિક પરંપરાવાળા વાદિદેવસૂરિ જેટલું નહિ હોય.
‘પ્રભાવકચરિત’ અનુસાર જયસિંહ અને હેમચન્દ્રનું પ્રથમ મિલન અણહિલ્લપુરના કોઈ સાંકડા માર્ગ પર થયું હતું જે માર્ગ પર જયસિંહના હાથીને પસાર થવામાં રુકાવટ નડી હતી અને જે પ્રસંગે એક તરફથી હેમચન્દ્ર ‘સિદ્ધ’ને નિઃશંક થઈ પોતાના ગજરાજને લઈ જવા માટે કહ્યું અને શ્લેષથી સ્તુતિ પણ કરી.૧ પરંતુ આ ઉલ્લેખમાં ઐતિહાસિક તથ્ય કેટલું છે એ કહેવું કઠિન છે.
સિદ્ધરાજ જયસિંહે માલવાનો અંતિમ વિજય કર્યો ત્યારે ભિન્ન ભિન્ન સમ્પ્રદાયોના પ્રતિનિધિ તેને અભિનંદન દેવા માટે આવ્યા. તે સમયે જૈન સમ્પ્રદાયના પ્રતિનિધિ તરીકે હેમચન્દ્રે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગનો તેમનો શ્લોક પ્રસિદ્ધ છે. આ ઘટના
૧. काय प्रसरं सिद्ध हस्तिराजमशंकितम् ।
त्रस्यन्तु दिग्गजाः किं तैर्भूस्त्वयैवोद्धृता यतः ॥६७॥
૨. ‘કુમારપાલપ્રબન્ધ' હેમચન્દ્ર અને જયસિંહનો પ્રથમ સમાગમ આ પ્રસંગથી પણ પહેલાં થયો હતો એવું સૂચવે છે.
3. भूमिं कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकरा
मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुम्भी भव । धृत्वा कल्पतरोर्दलानि सरलैर्दिग्वारणास्तोरणा
Jain Education International
न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥
--
For Private & Personal Use Only
પ્રભાવકચરિત, પૃ.૩૦૦
www.jainelibrary.org