SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા મેશ્રી) હશે. ચાહિની જૈનધર્માનુરાગી હોય એવો સંભવ છે; પાછળથી તે જૈન દીક્ષા લે છે એવો ઉલ્લેખ પ્રબન્ધોમાં છે. સોમચન્દ્રને એકવીસ વર્ષની આયુમાં વિ.સં. ૧૧૬૬ (ઈ.સ. ૧૧૧૦)માં સૂરિપદ મળ્યું. આ સંવત્સર વિશે મતભેદ નથી. આ સમયથી તે હેમચન્દ્રના નામે વિખ્યાત થયા. કુમારપાલપ્રતિબોધ અનુસાર સૂરિપદનો મહોત્સવ નાગપુર (નાગોર, મારવાડ)માં થયો. આ પ્રસંગે ખર્ચ કરનાર ત્યાંના એક વ્યાપારી ધનદ નામના હતા એમ કહેવામાં આવ્યું છે. આટલી નાની ઉંમરે આટલું મહત્ત્વનું સ્થાન હેમચન્દ્રને આપવામાં આવ્યું એ સમકાલીનો ઉપર પડેલા તેમના પ્રભાવનું પ્રતીક છે. જયસિંહ સિદ્ધરાજને પણ “પુરાતનપ્રબન્ધસંગ્રહ અનુસાર આઠ વર્ષની ઉંમરે રાજ્યાધિકાર મળ્યો હતો અને તેણે પણ અલ્પાયુમાં સોલંકીઓના રાજ્યની પ્રતિષ્ઠા સ્થાપી દીધી હતી. જેમની વિદ્યાપ્રાપ્તિ આટલી અસાધારણ હતી તેમણે વિદ્યાભ્યાસ કોની પાસે, ક્યાં અને કેવી રીતે કર્યો એ જાણવા માટેનું કુતૂહલ સ્વાભાવિક છે. પરંતુ આ વિષયમાં આપણને આવશ્યક જ્ઞાતવ્ય સામગ્રી લબ્ધ નથી. તેમના દીક્ષાગુરુ દેવચન્દ્રસૂરિ પોતે વિદ્વાન હતા અને “સ્થાનાંગસૂત્ર' પર તેમની ટીકા પ્રસિદ્ધ છે. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં હેમચન્દ્ર કહે છે કે “તપ્રસાધતજ્ઞાનસમ્પનહોવઃ' અર્થાત ગુરુ ૧. આજના સમયે મેશ્રી વાણિયા પ્રાયઃ વૈષ્ણવ હોય છે. ૨. એકજ કુટુંબમાં ભિન્ન ભિન્ન ધર્માનુરાગી હોવાનાં અનેક દષ્ટાન્તો ભારતના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે અને બે દશકા પહેલાં પૂર્વ ગુજરાતમાં અનેક વૈશ્ય કુટુંબો એવાં હતાં જેમાં આવી સ્થિતિ વિદ્યમાન હતી. જુઓ કાવ્યાનુશાસન પ્રસ્તાવના પૃ. ૨૫૯. ૩. પ્રબન્ધો અનુસાર જયસિંહ વિ.સં. ૧૧૫૦ (ઈ.સ. ૧૦૯૪)માં સિંહાસનારૂઢ થયા. તે વખતે તેમની ઉંમર આઠ વર્ષની માની લઈએ તો તેમનો જન્મવિ.સં. ૧૧૪૨માં થયો ગણાય અને એ રીતે હેમચન્દ્રથી ઉંમરમાં જયસિંહને ત્રણ વર્ષ મોટા સમજવા જોઈએ. “પ્રબન્ધચિન્તામણિ તેમની ઉંમર ત્રણ વર્ષની જ્યારે “પુરાતનપ્રબન્ધસંગ્રહ' આઠ વર્ષની બતાવે છે જે હેમચન્દ્રના ‘ત્યાશ્રય'માં આવતા “સ્વપ્લેકટ્વિીહિ' સાથે બરાબર મેળ ખાય છે (કાવ્યાનુશાસન પ્રસ્તાવના પૃ. ૧૬૫). કુમારપાલનો જન્મ જો વિ.સં. ૧૧૪૯ (ઈ.સ. ૧૮૯૩)માં સ્વીકારીએતો હેમચન્દ્ર કુમારપાલથી ચાર વર્ષ મોટા ગણાય—–જુઓ કાવ્યાનુશાસન પ્રસ્તાવના પૃ. ૨૦૧ અને પૃ. ૨૭૧. પ્રમાણનયતત્ત્વાલક અને સાદ્વાદરત્નાકરના કર્તા મહાન જૈન તાર્કિક વાદિદેવસૂરિથી ઉંમરમાં હેમચન્દ્ર બે વર્ષ નાના હતા, પરંતુ હેમચન્દ્ર આચાર્યની દૃષ્ટિએ આઠ વર્ષ મોટા હતા. સંભવ છે કે દિગંબરાચાર્યકુમુદચન્દ્રની સાથે વાદયુદ્ધના સમયે દેવસૂરિની ખ્યાતિ અધિક હશે– જુઓ કાવ્યાનુશાસન પ્રસ્તાવના પૃ. ૨૭૦, ફુટનોટ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy