SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકારનો પરિચય ૪૫ સોમપ્રભસૂરિના કથન અનુસાર – “તે “સોમમુહ - સૌમ્યમુખનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. થોડો સમય જિનાગમકથિત તપ કરીને પછી તે ગંભીર શ્રુતસાગરને પણ પાર કરી ગયા. “દુઃષમ સમયમાં જેનો સંભવ નથી એવા ગુણૌઘવાળા' તે છે એવું મનમાં વિચારી શ્રીદેવચન્દ્રસૂરિએ તેમને ગણધર પદ ઉપર સ્થાપ્યા. હેમ જેવી દેહની કાન્તિ હતી અને ચન્દ્રની જેમ લોકોને આનન્દ દેતા હતા, તેથી તે હેમચન્દ્ર નામે પ્રસિદ્ધ થયા. સમગ્ર લોકના ઉપકાર માટે તે વિવિધ દેશોમાં વિહાર કરતા હતા તેથી શ્રી દેવચન્દ્રસૂરિએ તેમને કહ્યું – “ગુર્જર દેશ છોડી અન્ય દેશોમાં વિહાર ન કર. જ્યાં તું રહ્યો છે ત્યાં જ તું મહાન ઉપકાર કરીશ.” તે ગુરુના વચનથી દેશાત્તરમાં વિહાર કરવાનું છોડી અહીં (ગુર્જરદેશ – પાટનમાં) જ ભવ્યજનોને જાગ્રત કરતા રહે છે.” આ વર્ણનમાંથી એક વાત ખાસ ઉલ્લેખનીય છે. આચાર્ય હેમચન્દ્ર ગુર્જરદેશમાં અને પાટનમાં સ્થિર થયા તે પહેલાં તેમણે ભારતવર્ષના અન્ય ભાગોમાં વિહાર કર્યો હશે અને ગુરુ દેવચન્દ્રની આજ્ઞાથી તેમનો વિહાર ગુર્જરદેશમાં જ મર્યાદિત થયો. સોમપ્રભસૂરિનું વર્ણન સામાન્ય રૂપનું છે; આચાર્યનું જીવનવૃત્તાન્ત જાણનારાઓની સમક્ષ કહ્યું હોય એવું છે. તેથી આપણા માટે ઉત્તરકાલીન ગ્રન્થો અને પ્રબન્ધો વિશેષ વિગતો માટે આધારરૂપ છે. ચંગદેવના કુટુંબનો ધર્મ ક્યો હશે? સોમપ્રભસૂરિ પિતા માટે એટલું જ કહે છે કે “કયદેવગુરુજણો ચચ્ચો (દવ અને ગુરુજનની અર્ચા કરનારો ચર્ચા) અને તે માતા ચાહિણીના કેવળ શીલનું વર્ણન કરે છે. મામાનેમિ દેવચન્દ્રસૂરિનો ઉપદેશ સાંભળવા . આવ્યા છે એ ઉપરથી તે જૈનધર્માનુરાગી જણાય છે. ઉત્તરકાલીન ગ્રન્થો ચચ્ચને મિથ્યાત્વી કહે છે. આ ઉપરથી તે જૈન તો નહીં હોય એવો વિશ્વાસ થાય છે. પ્રબન્ધચિન્તામણિના ઉલ્લેખ અનુસાર પૈસાની લાલચ આપવામાં આવતાં તે તેને શિવનિર્માલ્ય'વ સમજે છે; તેથી તે માહેશ્વરી (આજકાલના દેવચન્દ્રસૂરિની દષ્ટિગંગદેવ ઉપર તે વર્ષમાં ઠરી હશે. પ્રબન્ધચિન્તામણિ અનુસાર ચંગદેવ દેવચન્દ્રસૂરિ સાથે પ્રથમ કર્ણાવતી આવ્યા; ત્યાં ઉદયન મંત્રીના પુત્રો સાથે તેમનું પાલન થયું અને છેવટે ચચ્ચના (પ્રબન્ધચિન્તામણિ અનુસાર ચાચિગના) હાથે જ દીક્ષા મહોત્સવ ખંભાતમાં થયો. તે સમયે ચંગદેવની આયુ આઠ વર્ષની થઈ હશે. ચર્ચાની સમ્મતિ પ્રાપ્ત કરવામાં ત્રણ વર્ષ ગયા હશે એવું મારું અનુમાન છે. ૧. કુમારપાલપ્રતિબોધ, પૃ.૨૨. . ૨. પ્રબન્ધચિન્તામણિ, પૃ. ૮૩. Jain E cation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy