SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા સોમપ્રભસૂરિની કથા અનુસાર– “પૂર્ણતલ્લગના દેવચન્દ્રસૂરિ વિહાર કરતાં કરતાં ધંધુકા આવે છે. ત્યાં એક દિવસ દેશના પૂરી થયા પછી એક વણિફકમાર' હાથ જોડીને આચાર્યને વિનંતી કરે છે–“સુચારિત્રરૂપી જલયાન દ્વારા સંસારસમુદ્રને પાર કરાવો. બાળકના મામા નેમિ ગુરુને પરિચય કરાવે છે.” “દેવચન્દ્રસૂરિ કહે છે કે – “આ બાળકને પ્રાપ્ત કરીને અમે તેને નિઃશેષ શાસ્ત્રપરમાર્થમાં અવગાહન કરાવીશું. પછી તે આ લોકમાં તીર્થકર જેવો ઉપકારક થશે. તેથી તેના પિતા ચચ્ચને કહો કે આ ચંગદેવને વ્રતગ્રહણ માટે આજ્ઞા કરે.' '૧ ઘણું કહેવા છતાં પણ પિતા અતિનેહના કારણે આજ્ઞા નથી આપતા. પરંતુ પુત્ર “સંયમગ્રહણ” માટે દઢમના છે. મામાની અનુમતિથી તે ચાલી નીકળે છે અને ગુરુ સાથે ‘ખખ્ખતિત્ય” (ખંભાત) પહોંચે છે. ” સોમપ્રભસૂરિના કથનમાંથી એટલું તો સ્પષ્ટ છે કે પિતાની અનુમતિ ન હતી. માતાનો અભિપ્રાય શું હતો એ વિશે તે મૌન સેવે છે. મામાની અનુમતિથી ચંગદેવ ઘર છોડી ચાલી નીકળે છે. સોમપ્રભસૂરિના કથનનું તાત્પર્ય એવું પણ છે કે બાળક ચંગદેવ પોતે જ દીક્ષા માટે દઢ હતો. પાંચ કે આઠ વર્ષના બાળક માટે આવી દઢતા મનોવિજ્ઞાનની દષ્ટિએ ક્યાં સુધી શક્ય છે એ શંકાનું જે રીતે નિરાકરણ હો તે રીતે આ વિષયનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરાકરણ થઈ શકે છે. સંભવ છે કે કેવળ સાહિત્યિક છટા લાવવા માટે પણ આ રીતે સોમપ્રભસૂરિએ આ પ્રસંગનું વર્ણન કર્યું હોય. ચંગદેવનો શ્રમણ સમ્પ્રદાયમાં પ્રવેશ ક્યારે થયો એ વિશે મતભેદ છે. ‘પ્રભાવકચરિત' અનુસાર વિ.સં. ૧૧૫૦ (ઈ.સ. ૧૦૯૪) અર્થાત પાંચ વર્ષની આયુમાં થયો. જિનમંડનકૃત કુમારપાલપ્રબન્ધ' વિ.સં. ૧૧૫૪ (ઈ.સ. ૧૦૯૮)નું વર્ષ બતાવે છે જયારે પ્રબન્ધચિન્તામણિ, પુરાતનપ્રબન્ધસંગ્રહ અને પ્રબન્ધકોશ આઠ વર્ષની આયુ દર્શાવે છે. જૈનશાસ્ત્રોનો દીક્ષાવિષયક અભિપ્રાય દેખીએ તો આઠ વર્ષ પહેલાં દીક્ષા સંભવતી નથી. તેથી ચંગદેવે સાધુનો વેશ આઠ વર્ષની ઉંમરે વિ.સં. ૧૧૫૪ (ઈ.સ. ૧૦૯૮)માં ગ્રહણ કર્યો હશે, એમ માનવું અધિક યુક્તિયુક્ત છે. ૩ ૧. એજન, પૃ. ૨૧. ૨. પ્રભાવકચરિત, પૃ. ૩૪૭, શ્લોક ૮૪૮. ૩. જુઓ કાવ્યાનુશાસન પ્રસ્તાવના પૃ. ૨૬૭-૬૮, પ્રભાવકચરિતમાં વિ. સં. ૧૧૫૦ (ઈ.સ. ૧૦૯૪)નું વર્ષ કેવી રીતે આવ્યું એ વિચારણીય પ્રશ્ન છે. મારું અનુમાન એવું છે કે ધંધુકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy