________________
૪૩
ગ્રંથકારનો પરિચય “મહાવીરચરિત' ઉપરાંત પ્રભાચન્દ્રસૂરિક્ત “પ્રભાવકચરિત' (વિ.સં. ૧૩૩૪, ઈ.સ. ૧૨૭૮), મેરૂતુંગકૃત “પ્રબન્ધચિન્તામણિ' (વિ.સ. ૧૩૬૧, ઈ.સ. ૧૩૦૫), રાજશેખરકૃત “પ્રબન્ધકોશ' અને જિનમંડન ઉપાધ્યાયકૃત “કુમારપાલપ્રબન્ધ'નો સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. હવે આપણને તે બધા ગ્રન્થો ઉપરાંત સોમપ્રભસૂરિત કુમારપાલપ્રતિબોધ” અને “શતાર્થકાવ્ય”, યશપાલકૃત “મોહરાજપરાજય' (વિ.સં. ૧૨૨૯-૩૨) અને અજ્ઞાતકર્તક “પુરાતનપ્રબન્ધસંગ્રહ' ઉપલબ્ધ છે. તેમનામાંથી સોમપ્રભસૂરિ તથા યશપાલ આચાર્ય હેમચન્દ્રના લઘુવયસ્ક સમકાલીન હતા.
આ સામગ્રીમાંથી “કુમારપાલપ્રતિબોધીને (વિ.સં. ૧૨૪૧) આચાર્યની જીવનકથા માટે મુખ્ય આધારગ્રન્થ ગણવો જોઈએ અને બીજા ગ્રન્થોને પૂરક માનવા જોઈએ.
સોમપ્રભસૂરિના કથન અનુસાર તેમની પાસે શેયસામગ્રી ઘણી હતી, પરંતુ તે સામગ્રીમાંથી તેમણે પોતાના રસના વિષય અનુસાર જ પસંદગી કરી ઉપયોગ કર્યો છે. તેથી આપણે જેને જાણવા ઈચ્છતા હોઈએ એવો ઘણો બધો વૃત્તાન્ત ગૂઢ જ રહે છે.
[૪] “પ્રભાવચરિત' અનુસાર આચાર્યની જન્મતિથિ વિ. સં. ૧૧૪૫ કાર્તિક પૂર્ણિમા છે. આ ગ્રન્થ પછીના બધા ગ્રન્થો આ જ તિથિ આપે છે. તેથી આ તિથિનો સ્વીકાર કરવામાં કોઈ બાધા નથી. લઘુવયસ્ક સમકાલીન સોમપ્રભસૂરિને આચાર્યના જીવનની કોઈપણ ઘટનાની તિથિ દેવાની આવશ્યકતા જણાઈ નથી.
મોઢકુલ', પિતા “ચચ્ચ' (અથવા ચાચિગ), માતા “ચાહિણી' (અથવા પાહિણી), વાસસ્થાન “ધંધુક્ય” (ધન્યુકા) – આ વાતો પણ નિર્વિવાદ છે. જન્મ ધન્યુકામાં જ થયો હશે કે અન્યત્ર એ વિશે સોમપ્રભસૂરિનું સ્પષ્ટ કથન નથી.
બાળકનું નામ “ચંગદેવ' હતું. તે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ જે આશ્ચર્યજનક સ્વપ્રો જોયાં હતાં તેમનું વર્ણન સોમપ્રભસૂરિ કરે છે. આચાર્યના અવસાન પછી બારમા વર્ષે પૂર્ણ થયેલા ગ્રન્થમાં આ રીતે ચમત્કારી પુરુષ ગણાવા લાગવું એ સમકાલીન પુરુષોમાં તેમનો જે જીવનમહિમા હતો તેનું સૂચક છે.
૧. કુમારપાલપ્રતિબોધ, પૃ. ૩, શ્લોક ૩૦-૩૧ ૨. એજન, પૃ. ૩૪૭, શ્લોક ૮૪૮. ૩. એજન, પૃ. ૪૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org