________________
પ્રસ્તાવના
૨૫ વિરુદ્ધમાં લક્ષણવાદી વૈશેષિક વગેરે તાર્કિક થયા, જેઓ એવું માનતા હતા કે વસ્તુમાત્રનું નિર્વચન કરવું યા લક્ષણ કરવું શક્ય જ નહિ પરંતુ વાસ્તવિક પણ છે. આમાંથી નિર્વચનીયવાદનો જન્મ થયો અને તે અર્થાત્ અનિર્વચનીયવાદ તથા નિર્વચનીયવાદ પરસ્પર ટકરાવા લાગ્યા.
તેવી જ રીતે કોઈ માનતા હતા કે પ્રમાણ ગમે તે હો પરંતુ હેતુ અર્થાત્ તર્ક સિવાય કોઈનાથી અંતિમ નિશ્ચય કરવો ભયાસ્પદ છે, જ્યારે બીજાઓ માનતા હતા કે હેતુવાદ સ્વતન્ત્ર બળ ધરાવતો નથી. એવું બળ તો આગમમાં જ હોવાથી તે જ મૂર્ધન્ય પ્રમાણ છે. તેથી તે બન્ને વાદો પરસ્પર ટકરાતા હતા. દૈવજ્ઞો કહેતા હતા કે બધું જ દૈવાધીન છે; પૌરુષ સ્વતંત્રપણે કંઈ કરી શકતું નથી. પૌરુષવાદીઓ બરાબર ઊલટું કહેતા હતા કે પૌરુષ જ સ્વતંત્રપણે કાર્યકર છે. તેથી તે બન્ને વાદો એકબીજાને અસત્ય જ માનતા હતા. અર્થનય અર્થાત્ પદાર્થવાદીઓ શબ્દની અને શબ્દનય અર્થાત શાબ્દિકો અર્થની પરવા ન કરી એકબીજાનું ખંડન કરવામાં પ્રવૃત્ત હતા. કોઈ અભાવને ભાવથી પૃથક માનતા તો કોઈ અભાવને ભાવરૂપ જ માનતા હતા અને તે બન્ને ભાવથી અભાવને પૃથફ માનવા ન માનવાની બાબતમાં પરસ્પર પ્રતિપક્ષભાવ ધારણ કરતા રહ્યા. કોઈ પ્રમાતાથી પ્રમાણ અને પ્રમિતિને અત્યન્ત ભિન્ન માનતા તો બીજાઓ તેનાથી તેમને અભિન્ન માનતા હતા. કોઈ વર્ણાશ્રમવિહિત કર્મ માત્ર ઉપર ભાર આપી તેનાથી ઈષ્ટપ્રાપ્તિ દર્શાવતા હતા તો કોઈ જ્ઞાનમાત્રથી આનન્દાપ્તિનું પ્રતિપાદન કરતા હતા તો વળી ત્રીજા કોઈ ભક્તિને જ પરમ પદનું સાધન માનતા રહ્યા અને તે બધા એકબીજાનું આવેશપૂર્વક ખંડન કરતા રહ્યા. આમ તત્ત્વજ્ઞાનના અને આચારના નાનામોટા મુદ્દાઓ ઉપર પરસ્પર બિલકુલ વિરોધી એવા અનેક એકાન્ત મત પ્રચલિત થયા.
તે એકાન્તોની પારસ્પરિક વાદલીલા દેખીને અનેકાન્તદષ્ટિના ઉત્તરાધિકારી આચાર્યોને વિચાર આવ્યો કે અસલમાં આ બધા વાદો જે પોતપોતાની સત્યતાનો દાવો કરે છે તેઓ પરસ્પર આટલા બધા લડે છે શા માટે ? શું તે બધામાં કોઈ તથ્થાંશ જ નથી, કે બધામાં તથ્થાંશ છે, કે કોઈ કોઈમાં તથ્થાંશ છે, કે પછી બધા પૂર્ણ સત્ય છે? આ પ્રશ્ન ઉપર અન્તર્મુખ થઈ મનન કરવાથી તેમને એક ચાવી મળી ગઈ જેના દ્વારા તેમને બધા વિરોધોનું સમાધાન થઈ ગયું અને પૂર્ણ સત્યનું દર્શન થયું. તે જ ચાવી અનેકાન્તવાદની ભૂમિકારૂપ અનેકાન્તદષ્ટિ છે. આ દષ્ટિ દ્વારા તેમણે જોયું કે પ્રત્યેક સયુક્તિક વાદ અમુક અમુક દષ્ટિએ અમુક અમુક સીમા સુધી સત્ય છે. તેમ છતાં જ્યારે કોઈ એક વાદ બીજા વાદની આધારભૂત વિચારસરણી અને તે વાદની સીમાનો વિચાર નથી કરતો અને પોતાની આધારભૂત દષ્ટિ તથા પોતાના વિષયની સીમામાં જ બધું સમાઈ ગયેલું છે એમ માની લે છે, ત્યારે તેને કોઈ પણ રીતે બીજા વાદની સત્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org