SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા માલુમ પડી શકતી જ નથી. આ જ હાલત બીજા વિરોધી વાદની પણ થાય છે. આવી * પરિસ્થિતિમાં ન્યાય એમાં છે કે પ્રત્યેક વાદને તેની વિચારસરણીથી તેની વિષયસીમા સુધી જ કસવા-તપાસવામાં આવે અને આ કસોટી-તપાસમાં તે બરાબર ઠરે તો તેને સત્યનો એક ભાગ માની એવા બધા સત્યાંશરૂપ મણિઓને એક પૂર્ણ સત્યરૂપ વિચારસૂત્રમાં પરોવી અવિરોધી માળા બનાવવામાં આવે. આ વિચારે જૈનાચાર્યોને અનેકાન્તદષ્ટિના આધાર ઉપર તત્કાલીન બધા વાદોનો સમન્વય કરવા તરફ પ્રેરિત કર્યા. તેમણે વિચાર્યું કે જ્યારે શુદ્ધ અને નિઃસ્વાર્થ ચિત્તવાળાઓમાંથી કોઈને એકત્વપર્યવસાયી સામ્યપ્રતીતિ થાય છે અને કોઈને નિરંશઅંશપર્યવસાયી ભેદપ્રતીતિ થાય છે તો એ કેવી રીતે કહી શકાય કે અમુક એક જ પ્રતીતિ પ્રમાણ છે અને બીજી નહિ. કોઈ એકને અપ્રમાણ માનતાં તુલ્ય યુક્તિથી બન્ને પ્રતીતિઓ અપ્રમાણ જ સિદ્ધ થશે. એ સિવાય કોઈ એક પ્રતીતિનું પ્રમાણ અને બીજીને અપ્રમાણ માનનારાઓને છેવટે અપ્રમાણ માનવામાં આવેલી પ્રતીતિના વિષયરૂપ સામાન્ય યા વિશેષના સાર્વજનિક વ્યવહારની ઉપપત્તિ તો કોઈ ને કોઈ રીતે કરવી જ પડે છે. એવું તો છે જ નહિ કે પોતાની ઈષ્ટ પ્રતીતિનું પ્રમાણ કહેવા માત્રથી બધા શાસ્ત્રીય-લૌકિક વ્યવહારોની ઉપપત્તિ પણ થઈ જાય. એવું પણ નથી કે એવા વ્યવહારોને ઉપપન્ન કર્યા વિના જ છોડી દેવાય. બ્રહ્મકત્વવાદી ભેદોને અને તેમની પ્રતીતિને અવિદ્યામૂલક જ કહીને તેમની ઉપપત્તિ કરશે જ્યારે ક્ષણિકત્વવાદી સામ્ય યા એકત્વને અને તેની પ્રતીતિને જ અવિઘામૂલક કહી એવા વ્યવહારોની ઉપપત્તિ કરશે. આવું વિચારતાં અનેકાન્તના પ્રકાશમાં અનેકાન્તવાદીઓને માલૂમ પડ્યું કે પ્રતીતિ અભેદગામિની હો યા ભેદગામિની, છે તો તે બધી વાસ્તવિક. પ્રત્યેક પ્રતીતિની વાસ્તવિકતા તેના પોતાના વિષય સુધી તો છે પરંતુ જ્યારે તે વિરુદ્ધ દેખાતી બીજી પ્રતીતિના વિષયની અયથાર્થતા દર્શાવવા લાગે છે ત્યારે તે ખુદ પણ અવાસ્તવિક બની જાય છે. અભેદ અને ભેદની પ્રતીતિઓ વિરુદ્ધ એટલા માટે જણાય છે કેમ કે પ્રત્યેક પ્રતીતિને પૂર્ણ પ્રમાણ માની લેવામાં આવે છે. સામાન્ય અને વિશેષ પ્રત્યેક પ્રતીતિ સ્વવિષયમાં યથાર્થ હોવા છતાં પણ તે પૂર્ણ પ્રમાણ નથી. તે પ્રમાણનો અંશ અવશ્ય છે. વસ્તુનું પૂર્ણ સ્વરૂપ તો એવું જ હોવું જોઈએ જેથી પેલી વિરુદ્ધ દેખાતી પ્રતીતિઓ પણ પોતાના સ્થાને રહીને તે વસ્તુને અવિરોધીભાવથી પ્રકાશિત કરી શકે અને તે બધી મળીને વસ્તુના પૂર્ણ સ્વરૂપને પ્રકાશિત કરવાના કારણે પ્રમાણ માની શકાય. આ સમન્વયગર્ભિત યા વ્યવસ્થાગર્ભિત વિચારના બળે તેમણે સમજાવ્યું કે સÁઅદ્વૈત અને સતની વચ્ચે કોઈ વિરોધ નથી, કારણ કે વસ્તુનું પૂર્ણ સ્વરૂપ જ અભેદ અને ભેદયા . સામાન્ય અને વિશેષ બન્નેથી સંધિટત છે અર્થાત વસ્તુ પોતે જ સામાન્યવિશેષાત્મક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy