________________
૨૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કાલિક નિત્યતા તથા દૈશિક વ્યાપકતાના વાદનો જન્મ થયો જેવા કે સાંખ્યનો પ્રકૃતિપુરુષવાદ. બીજી વિચારધારાએ તેની અપેક્ષાએ ભેદનું ક્ષેત્ર વિસ્તાર્યું, પરિણામે તેણે કાલિક નિત્યતા તથા શિક વ્યાપકતા માનીને પણ સ્વરૂપત: જડ દ્રવ્યોને અધિક સંખ્યામાં સ્થાન આપ્યું; ઉદાહરણાર્થ પરમાણુવાદ-વિમુદ્રવ્યવાદ.
અદ્વૈતમાત્રને યા સન્માત્રને સ્પર્શ કરવાવાળી દષ્ટિ કોઈ પણ વિષયમાં ભેદ સહન ન કરી શકવાના કારણે અભેદમૂલક અનેક વાદોનું સ્થાપન કરે એ સ્વાભાવિક જ છે. થયું છે પણ એવું જ. આ દષ્ટિમાં કાર્ય-કારણના અભેદમૂલકમાત્ર સત્કાર્યવાદનો જન્મ થયો. ધર્મ-ધર્મી, ગુણ-ગુણી, આધાર-આધેય વગેરે દ્વતોના અભેદવાદો પણ તેમાંથી ફલિત થયા. આથી ઊલટું દૈત અને ભેદને સ્પર્શ કરવાવાળી દષ્ટિએ અનેક વિષયોમાં ભેદમૂલક જ વિવિધ વાદો સ્થાપિત કર્યા. તેણે કાર્ય-કારણના ભેદમૂલકમાત્રા અસત્કાર્યવાદને જન્મ આપ્યો તથા ધર્મ-ધર્મી, ગુણ-ગુણી, આધાર-આધેય વગેરે અનેક કંકોના ભેદોને પણ માની લીધા. આમ આપણે ભારતીય ચિંતનમાં દેખીએ છીએ કે મૌલિક સામાન્ય અને વિશેષ દૃષ્ટિ તથા તેમની અવાત્તર સામાન્ય અને વિશેષ દૃષ્ટિઓમાંથી પરસ્પર વિરુદ્ધ એવા અનેક મતો - દર્શનોનો જન્મ થયો, જેઓ પોતાના વિરોધિવાદની આધારભૂત ભૂમિકાની સત્યતાની જરા પણ પરવા ન કરવાના કારણે એકબીજા ઉપર પ્રહાર કરવામાં જ ચરિતાર્થતા માનવા લાગ્યા.
સદ્ધાદ અંતગામી હો યા દૈતગામી જેવો કે સાંખ્યાદિનો, પરંતુ તે કાર્ય-કારણના અભેદમૂલક સત્કાર્યવાદને માન્યા વિના પોતાનું મૂળ લક્ષ્ય સિદ્ધ જ નથી કરી શકતો
જ્યારે અસદ્ધાદ ક્ષણિકગામી હો જેવો કે બૌદ્ધોનો, સ્થિરગામી હો યા નિત્યગામી હો જેવો કે વૈશેષિક આદિનો – પરંતુ તે અસત્કાર્યવાદની સ્થાપના કર્યા વિના પોતાનું લક્ષ્ય સ્થાપી શકતો જ નથી. તેથી જ સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદની પારસ્પરિક ટક્કર થઈ. અદ્વૈતગામી અને દ્વિતગામી સદ્વાદમાંથી જન્મેલી કૂટસ્થતા જે કાલિક નિત્યતારૂપ છે અને વિભુતા જે દૈશિક વ્યાપકતારૂપ છે તેમની દેશ અને કાલકૃત નિરંશ અંશવાદ અર્થાત્ નિરંશ ક્ષણવાદ સાથે ટક્કર થઈ; નિરંશ ક્ષણવાદ વસ્તુતઃ સદ્દર્શન (સદ્ધાદ) વિરોધી દર્શન(અસદ્વાદ)માંથી ફલિત થાય છે. એક તરફ આખા વિશ્વને અખંડ અને એક તત્ત્વરૂપ માનનારા અને બીજી તરફ તેને નિરંશ અંશપુંજ માનનારા પોતપોતાના લક્ષ્યની સિદ્ધિ ત્યારે જ કરી શકતા હતા જ્યારે તેઓ પોતાના અભીષ્ટ તત્ત્વને અનિર્વચનીય અર્થાત્ અનભિલાપ્ય – શબ્દાગોચર માને, કારણ કે શબ્દ દ્વારા નિર્વચન માનતાં નતો અખંડ સત્ સત્ત્વની સિદ્ધિ થઈ શકે છે કે ન તો નિરંશ ભેદતત્ત્વની. નિર્વચન માનવું એટલે જ માનો અખંડતા યા નિરંશતાનો લોપ કરી દેવો. આમ અખંડવાદ અને નિરંશવાદમાંથી અનિર્વચનીયવાદ આપોઆપ ફલિત થયો. પરંતુ તે વાદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org