________________
પ્રસ્તાવના
૨૩
છે. ભલે ને પછી તે પ્રતીતિગોચર થનારા ભેદો કાલકૃત હો અર્થાત્ કાલપટ પર ફેલાયેલા હો જેવા કે પૂર્વાપરરૂપ બીજ, અંકુર વગેરે; યા દેશકૃત હો અર્થાત્ દેશપટ પર વિતત હો જેવા કે ઘટ, પટ વગેરે પ્રકૃતિનાં પરિણામો; યા દ્રવ્યગત અર્થાત્ દેશકાનિરપેક્ષ સાહજિક હો જેવા કે પ્રકૃતિ, પુરુષ તથા અનેક પુરુષ.
તેની વિરુદ્ધ બીજી દષ્ટિ આખા વિશ્વમાં અસમાનતા જ દેખે છે અને ધીરે ધીરે આ અસમાનતાના મૂળની ખોજ કરતાં કરતાં છેવટે તે વિશ્લેષણની એવી ભૂમિકા ઉપર પહોંચી જાય છે જ્યાં તેને એકતાની તો વાત જ શી, સમાનતા પણ કૃત્રિમ માલૂમ પડે છે. પરિણામે તે નિશ્ચય કરી લે છે કે વિશ્વ એકબીજાથી અત્યન્ન ભિન્ન એવા ભેદોનો પુંજ માત્ર છે. વસ્તુતઃ તેમાં ન તો કોઈ વાસ્તવિક એક તત્ત્વ છે કે ન તો સમાનતા પણ. ભલે ને તે એક તત્ત્વ સમગ્ર દેશ-કાલવ્યાપી સમજાતું હોય જેવું કે પ્રકૃતિ; યા દ્રવ્યભેદ હોવા છતાં પણ માત્ર કાલવ્યાપી એક સમજાતું હોય જેવું કે પરમાણુ.
ઉપર્યુક્ત બન્ને દૃષ્ટિઓ મૂળમાં જ ભિન્ન છે, કેમ કે એકનો આધાર સમન્વય માત્ર છે અને બીજીનો આધા૨ વિશ્લેષણ માત્ર. આ મૂળભૂત બે વિચારસરણિઓના કારણે તથા તે બેમાંથી પ્રસ્ફુટિત થવાવાળી બીજી એવી જ અવાન્તર વિચારસરણિઓના કારણે અનેક મુદ્દાઓ ઉપર અનેક વિરોધી વાદો આપોઆપ જ ખડા થઈ જાય છે. આપણે દેખીએ છીએ કે સામાન્યગામિની પહેલી દૃષ્ટિમાંથી દેશકાલવ્યાપી તથા દેશકાલવિનિમુક્ત એવા એક માત્ર સત્તત્ત્વ યા બ્રહ્માદ્વૈતનો વાદ નીકળ્યો અને સ્થાપિત થયો; તેણે સકલ ભેદોને અને તદ્નાહક પ્રમાણોને મિથ્યા દર્શાવ્યા અને સાથે સાથે જ સત્તત્ત્વને વાણી અને તર્કની પ્રવૃત્તિથી શૂન્ય કહીને માત્ર અનુભવગમ્ય કહ્યું. બીજી વિશેષગામિની દૃષ્ટિમાંથી પણ કેવળ દેશ અને કાળના ભેદથી જ ભિન્ન નહિ કિન્તુ સ્વરૂપથી પણ ભિન્ન એવા અનન્ત ભેદોનો વાદ નીકળ્યો અને સ્થાપિત થયો; તેણે બધા પ્રકારના અભેદોને મિથ્યા દર્શાવ્યા અને સાથે સાથે જ અન્તિમ ભેદોને વાણી તથા
તર્કની પ્રવૃત્તિથી શૂન્ય કહી માત્ર અનુભવગમ્ય દર્શાવ્યા. આ બન્ને વાદો છેવટે તો શૂન્યતાના તથા સ્વાનુભવગમ્યતાના એક જ પરિણામ પર પહોંચ્યા એ વાત ખરી, પરંતુ બન્નેનું લક્ષ્ય અત્યન્ત ભિન્ન હોવાના કારણે તે પરસ્પર પૂર્ણતઃ તદ્દન ટકરાતા અને તે એકબીજાના વિરોધી દેખાવા લાગ્યા.
ઉક્ત મૂળભૂત બે વિચારધારાઓમાંથી ફૂટવાવાળી યા તેમની સાથે સંબંધ ધરાવતી પણ અનેક વિચારધારાઓ પ્રવાહિત થઈ. કોઈકે અભેદને અપનાવ્યો, પરંતુ તેની વ્યાપ્તિ કાલ અને દેશના ષટ સુધી અથવા માત્ર કાલપટ સુધી રાખી. સ્વરૂપ યા દ્રવ્ય સુધી તેને ન વિસ્તારી. આ વિચારધારામાંથી અનેક દ્રવ્યોને માનવા છતાં પણ તે દ્રવ્યોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org