________________
પ્રસ્તાવના
૧૧
કે અગર સૂક્ષ્મ ચેતનનું અસ્તિત્વ માનવું જ હોય તો સૂક્ષ્મ ભૂતોની અપેક્ષાએ વિલક્ષણતા લાવવા માટે સૂક્ષ્મ ચેતનોને કેવળ અપરિણામી જ માનવા ઉચિત નથી પરંતુ સાથે સાથે નિર્ધર્મક પણ માનવા જરૂરી છે. આમ પ્રધાનપરિણામવાદમાં ચેતન તત્ત્વો છે પરંતુ તે નિર્ધર્મક અને અપરિણામી જ મનાય છે.
(વ) બ્રહ્મપરિણામવાદ જે પ્રધાનપરિણામવાદનું જ વિકસિત રૂપ જણાય છે તેણે એ તો માની લીધું કે સ્થૂલ વિશ્વના મૂળમાં કોઈ સૂક્ષ્મ તત્ત્વ છે જે સ્થૂલ વિશ્વનું કારણ છે. પરંતુ તેણે કહ્યું કે આવું સૂક્ષ્મ કારણ જડ પ્રધાન તત્ત્વ માનીને પણ તેનાથી ભિન્ન સૂક્ષ્મ ચેતન તત્ત્વ પણ માનવું અને તે પણ એવું કે જે અજાગલસ્તનની જેમ સર્વથા અકિંચિકર હોય એ તો યુક્તિસંગત નથી. તેણે પ્રધાનવાદમાં ચેતન તત્ત્વના અસ્તિત્વની અનુપયોગિતાને જ ન જોઈ પરંતુ ચેતન તત્ત્વની અનન્ત સંખ્યાની કલ્પનાને પણ અનાવશ્યક સમજી. આ સમજથી તેણે સૂક્ષ્મ જગતની કલ્પના એવી કરી કે જેથી સ્કૂલ જગતની રચના પણ ઘટી શકે અને અકિંચિત્કર એવાં અનન્તચેતનતત્ત્વોની નિમ્પ્રયોજન કલ્પનાનો દોષ પણ ન રહે. તેથી આ વાદે સ્થૂલ વિશ્વના અન્તસ્તલમાં જડ અને ચેતન એવાં પરસ્પર વિરોધી બે તત્ત્વો ન માનીને કેવળ એક બ્રહ્મ નામનું ચેતન તત્ત્વ જ સ્વીકાર્યું અને તેનો પ્રધાનપરિણામની જેમ પરિણામ માની લીધો જેથી તે એક ચેતન બ્રહ્મ તત્ત્વમાંથી બીજા જડ-ચેતનમય પૂલ વિશ્વનો આવિર્ભાવતિરોભાવ ઘટી શકે. પ્રધાનપરિણામવાદ અને બ્રહ્મપરિણામવાદમાં ફરક એટલો જ છે કે પ્રધાનપરિણામવાદમાં જડ પરિણામી જ છે અને ચેતન અપરિણામી જ છે જ્યારે બ્રહ્મપરિણામવાદમાં અંતિમ સૂક્ષ્મ તત્ત્વ એક માત્ર ચેતન જ છે જે પોતે જ પરિણામી છે અને તે ચેતનમાંથી આગળ ઉપર જડ અને ચેતન એવા બે પરિણામપ્રવાહો નીકળે છે.
(૩) પ્રતીત્યસમુત્પાદવાદ – આ વાદ પણ ધૂલ ભૂતની નીચે જડ અને ચેતન એવાં બે સૂક્ષ્મ તત્ત્વો માને છે જે ક્રમશઃ રૂપ અને નામ કહેવાય છે. આ વાદનાં જડ અને ચેતન બન્ને સૂક્ષ્મ તત્ત્વો પરમાણુરૂપ છે, આરંભવાદની જેમ કેવળ એકલું જડ તત્ત્વ જ પરમાણુરૂપ નથી. આ વાદમાં પરમાણુનો સ્વીકાર કરવામાં આવ્યો હોવા છતાં તેનું સ્વરૂપ આરંભવાદના પરમાણુથી બિલકુલ ભિન્ન મનાયું છે. આરંભવાદમાં પરમાણુઓ અપરિણામી હોવા છતાં તેમનામાં ગુણધર્મોની ઉત્પાદવિનાશપરંપરા અલગ માની ગઈ છે. પરંતુ આ પ્રતીત્યસમુત્પાદવાદ તે ગુણધર્મોની ઉત્પાદવિનાશપરંપરાને જ પોતાના મતમાં વિશિષ્ટ રૂપે ઢાળીને તેના આધારભૂત સ્થાયી પરમાણુ દ્રવ્યોને બિલકુલ માનતો નથી. તેવી જ રીતે ચેતન તત્ત્વના વિષયમાં પણ આ વાદ કહે છે કે સ્થાયી એવાં એક યા અનેક કોઈ ચેતન તત્ત્વો નથી. અલબત્ત, સૂક્ષ્મ જડ ઉત્પાદવિનાશશાલી પરંપરાની જેમ બીજી ચૈતન્યરૂપ ઉત્પાદવિનાશશાલી પરંપરા પણ મૂળમાં જડથી ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org