________________
૧૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા તત્ત્વો જુદાં જુદાં છે જેમના પારસ્પરિક સંબંધોથી પૂલ ભૌતિક જગતનું નવું જ નિર્માણ થાય છે જે પાછું સર્વથા નષ્ટ પણ થાય છે. તેના અનુસાર તે સૂક્ષ્મ આરંભક તત્ત્વો અનાદિનિધન છે, અપરિણામી છે. અગર ફેરફાર થાય છે તો તેમના ગુણધર્મોમાં જ થાય છે. આ વાદમાં સ્થૂલ ભૌતિક જગતનો સંબંધ સૂક્ષ્મ ભૂતો સાથે જોડીને પછી સૂક્ષ્મ ચેતનતત્ત્વનું પણ અસ્તિત્વ માન્યું છે. તેણે પરસ્પર ભિન્ન એવાં અનન્ત ચેતન તત્ત્વો માન્યાં છે જે અનાદિનિધન અને અપરિણામી છે. આ વાદે જેમ સૂક્ષ્મ ભૂત તત્ત્વોને અપરિણામી જ માનીને તેમનામાં ઉત્પન્ન નષ્ટ થનારા ગુણધર્મોના અલગ અસ્તિત્વની કલ્પના કરી છે તેમ જ ચેતન તત્ત્વોને અપરિણામી માનીને પણ તેમનામાં ઉત્પાદવિનાશશાલી ગુણધર્મોનું અલગ જ અસ્તિત્વ સ્વીકાર્યું છે. આ મત અનુસાર સ્થૂલ ભૌતિક વિશ્વનો સૂક્ષ્મ ભૂતોની સાથે તો ઉપાદાનોપાદેયભાવ સંબંધ છે પરંતુ સૂક્ષ્મ ચેતન તત્ત્વોની સાથે સિર્ફ સંયોગ સંબંધ છે.
(૨) પરિણામવાદ– પરિણામવાદના મુખ્ય બે ભેદ છે (મ) પ્રધાનપરિણામવાદ અને (વ) બ્રહ્મપરિણામવાદ.
() પ્રધાનપરિણામવાદ અનુસાર પૂલ વિશ્વના અન્તસ્તલમાં એક સૂક્ષ્મ પ્રધાન નામનું એવું તત્ત્વ છે જે જુદા જુદા અનન્ત પરમાણુરૂપ ન હોતાં તેમનાથી પણ સૂક્ષ્મતમ સ્વરૂપમાં અખંડ રૂપે વર્તમાન છે અને જે ખુદ પરમાણુઓની જેમ અપરિણામી ન રહીને અનાદિ અનન્ત હોવા છતાં પણ વિવિધ પરિણામોમાં પરિણત થયા કરે છે. આ વાદ અનુસાર સ્થૂળ ભૌતિક વિશ્વ આ સૂક્ષ્મ પ્રધાન તત્ત્વનાં દૃશ્ય પરિણામો સિવાય બીજું કંઈ નથી. આ વાદમાં પરમાણુવાદની જેમ સૂક્ષ્મ તત્ત્વ અપરિણામી રહે અને તેમાંથી સ્થૂલ ભૌતિક વિશ્વનું નવું નિર્માણ થાય એમ મનાયું નથી. પરંતુ તે સૂક્ષ્મ પ્રધાન તત્ત્વ, જે પોતે પરમાણુની જેમ જડ જ છે, વિવિધ દશ્ય ભૌતિક રૂપોમાં બદલાતું રહે છે. આ પ્રધાનપરિણામવા સ્થૂલ વિશ્વનો સૂક્ષ્મ પરંતુ જડ એવા એક માત્ર પ્રધાનતત્ત્વ સાથે અભેદ સંબંધ કરીને સૂક્ષ્મ જગતમાં ચેતન તત્ત્વોના અસ્તિત્વનો પણ સ્વીકાર કર્યો. આ વાદનાં ચેતન તત્ત્વો આરંભવાદની જેમ અનન્ત જ છે પરંતુ ફરક એટલો છે કે આરંભવાદનાં ચેતન તત્ત્વો અપરિણામી હોવા છતાં પણ ઉત્પાદ-વિનાશવાળા ગુણધર્મોથી યુક્ત છે જ્યારે પ્રધાનપરિણામવાદનાં ચેતન તત્ત્વો એવા ગુણધર્મોથી યુક્ત નથી. પ્રધાનપરિણામવાદનાં ચેતન તત્ત્વો પોતે કૂટસ્થ હોવાથી અપરિણામી છે અને નિધર્મક હોવાથી કોઈ પણ ઉત્પાદવિનાશશાલી ગુણધર્મને ધારણ કરતાં નથી. તેનું કહેવું છે કે ઉત્પાદવિનાશવાળા ગુણધર્મો જો સૂક્ષ્મ ભૂતોમાં દેખાતા હોય તો સૂક્ષ્મ ચેતનો તો કંઈક વિલક્ષણ જ હોવા જોઈએ. અગર સૂક્ષ્મ ચેતનો ચેતન હોવા છતાં પણ
તેવા ગુણધર્મોથી યુક્ત હોય તો સૂક્ષ્મ જડથી તેમનું વૈલક્ષણ્ય શું રહ્યું? તેથી જ તે કહે છે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org