________________
૧૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જ સૂક્ષ્મ જગતમાં વિદ્યમાન છે જેનો કોઈ સ્થાયી આધાર નથી. આ વાદના પરમાણુ એટલા માટે પરમાણુ કહેવાય છે કેમકે તે સૌથી અતિસૂક્ષ્મ અને અવિભાજય માત્ર છે, પરંતુ એટલા માટે પરમાણુ નથી કહેવાતા કે તે કોઈ અવિભાજય સ્થાયી દ્રવ્ય હોય. આ વાદ કહે છે કે ગુણધર્મરહિત ફૂટસ્થ ચેતન તત્ત્વ જેમ અનુપયોગી છે તેમ જ ગુણધર્મોનો ઉત્પાદવિનાશ માની લીધા પછી તેના આધાર રૂપે ફરી સ્થાયી દ્રવ્યની કલ્પના કરવી પણ નિરર્થક છે. તેથી જ આ વાદ અનુસાર સૂક્ષ્મ જગતમાં બે ધારાઓ ફલિત થાય છે જે પરસ્પર બિલકુલ ભિન્ન હોવા છતાં પણ એકબીજીની અસરથી મુક્ત નથી. પ્રધાનપરિણામવાદ યા બ્રહ્મપરિણામવાદથી આ વાદમાં ફરક એ છે કે આ વાદમાં ઉક્ત બન્ને વાદોની જેમ કોઈ પણ સ્થાયી દ્રવ્યનું અસ્તિત્વ નથી સ્વીકારાયું. આવું શંકુ યા કીલક સ્થાનીય સ્થાયી દ્રવ્ય ન હોવા છતાં પણ પૂર્વ પરિણામ ક્ષણનો એ સ્વભાવ છે કે તે નાશ પામતાં પામતાં બીજા પરિણામ ક્ષણને પેદા કરતો જ જવાનો. અર્થાત ઉત્તર પરિણામક્ષણ વિનાશોન્મુખ પૂર્વ પરિણામક્ષણના અસ્તિત્વમાત્રના આશ્રયથી આપોઆપ નિરાધાર ઉત્પન્ન થઈ જાય છે. આ માન્યતાના કારણે આ વાદ પ્રતીત્યસમુત્પાદવાદ કહેવાય છે. વસ્તુતઃ પ્રતીત્યસમુત્પાદવાદ પરમાણુવાદ પણ છે અને પરિણામવાદ પણ, તોપણ તાત્ત્વિક રૂપે તે તે બન્ને વાદોથી ભિન્ન છે.
(૪) વિવર્તવાદ– વિવર્તવાદના મુખ્ય બે ભેદ છે (૧) નિત્યબ્રહ્મવિવર્તવાદ અને (૨) ક્ષણિકવિજ્ઞાનવિવર્તવાદ. બન્ને વિવર્તવાદ અનુસાર સ્કૂલ વિશ્વ એ કેવળ ભાસમાત્ર યા કલ્પનામાત્ર છે, જે માયા કે વાસનાજનિત છે. વિવર્તવાદનો અભિપ્રાય એ છે કે જગત યા વિશ્વ કોઈ એવી વસ્તુ ન હોઈ શકે જેમાં બાહ્ય અને આન્તરિક યા સ્કૂલ અને સૂક્ષ્મ તત્ત્વો અલગ અલગ અને ખંડિત હોય. વિશ્વમાં જે કંઈ વાસ્તવિક સત્ય હોઈ શકે છે તે એક જ હોઈ શકે છે કારણ કે વિશ્વ વસ્તુતઃ અખંડ અને અવિભાજય જ છે. આવી પરિસ્થિતિમાં જે બાહ્યત્વ-આન્તરત્વ, હ્રસ્વત્વ-દીર્ઘત્વ, દૂત્વ-સમીપત્વ આદિ ધર્મેન્દ્રો જણાય છે તે માત્ર કાલ્પનિક છે. તેથી જ આ વાદ અનુસાર લોકસિદ્ધ સ્કૂલ વિશ્વ કેવળ કાલ્પનિક અને પ્રતિભાસિક સત્ય છે. પારમાર્થિક સત્ય તો તેના તળમાં નિહિત છે જે વિશુદ્ધ ધ્યાનગમ્ય હોવાને કારણે પોતાના અસલી સ્વરૂપમાં પ્રાકૃત જનોને ગ્રાહ્ય નથી.
ન્યાય-વૈશેષિક અને પૂર્વ મીમાંસક આરંભવાદી છે. પ્રધાનપરિણામવાદ સાંખ્યયોગ અને ચરકનો છે. બ્રહ્મપરિણામવાદના સમર્થક ભર્તૃપ્રપંચ આદિ પ્રાચીન વેદાન્તી અને આધુનિક વલ્લભાચાર્ય છે. પ્રતીત્યસમુત્પાદવાદ બૌદ્ધોનો છે અને વિવર્તવાદના સમર્થકો શાંકર વેદાન્તી, વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org