________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
(૪) પ્રત્યક્ષત્વનું ક્ષેત્ર પ્રત્યક્ષત્વ કેવલ નિર્વિકલ્પકમાં જ મર્યાદિત છે કે તે સવિકલ્પકમાં પણ છે ? આના જવાબમાં બૌદ્ધોનું કથન છે કે તે માત્ર નિર્વિકલ્પકમાં જ મર્યાદિત છે. પરંતુ બૌદ્ધભિન્ન બધાં દર્શનોનું મન્તવ્ય છે કે નિર્વિકલ્પક અને સવિકલ્પક બન્નેમાં પ્રત્યક્ષત્વ સ્વીકાર્ય છે.
૪૬૬
―
(૫) જન્ય-નિત્યસાધારણપ્રત્યક્ષ અત્યાર સુધી જન્યમાત્રને લક્ષ્ય માનીને લક્ષણની ચર્ચા થઈ પરંતુ મધ્યયુગમાં જ્યારે ઈશ્વરનું જગતકર્તા તરીકેનું અને વેદપ્રણેતા તરીકેનું સ્થાન ન્યાય-વૈશેષિક આદિ દર્શનોમાં નિશ્ચિત થયું ત્યારથી ઈશ્વરીય પ્રત્યક્ષ નિત્ય મનાવાના કારણે જન્મ-નિત્ય ઉભયસાધારણ પ્રત્યક્ષલક્ષણ બનાવવાનો પ્રશ્ન ઈશ્વરવાદીઓની સામે આવ્યો. એવું જણાય છે કે આવા સાધારણ લક્ષણને બનાવવાનો પ્રયત્ન ભાસર્વજ્ઞે સર્વપ્રથમ કર્યો. તેમણે ‘સમ્યગપરોક્ષાનુભવ’ને (ન્યાયસાર, પૃ.૨) પ્રત્યક્ષ પ્રમા કહીને જન્ય-નિત્ય ઉભય પ્રત્યક્ષનું એક જ લક્ષણ બનાવ્યું. પ્રભાકરના અનુયાયી શાલિકનાથે પણ ‘સાક્ષાત્પ્રતીતિ’ને (પ્રકરણપંચિકા, પૃ. ૫૧) પ્રત્યક્ષ કહીને બીજા શબ્દોમાં બાહ્યવિષયક ઇન્દ્રિયજન્ય તથા આત્મા અને જ્ઞાનગ્રાહી ઇન્દ્રિયાજન્ય એવા દ્વિવિધ પ્રત્યક્ષના (પ્રકરણપંચિકા, પૃ. ૫૧) સાધારણલક્ષણનું પ્રણયન કર્યું. પરંતુ પછીથી ઉત્તરકાળે નવ્ય નૈયાયિકોએ ભાસર્વજ્ઞના અપરોક્ષ પદનું અને શાલિકનાથના સાક્ષાત્પ્રતીતિ પદનું નવ્ય પરિભાષામાં સ્પષ્ટીકરણ ‘જ્ઞાનાકરણકજ્ઞાન’ને જન્ય-નિત્યસાધારણ પ્રત્યક્ષલક્ષણ કહીને કર્યું (મુક્તાવલી, પર). આ બાજુ જૈન દર્શનના તાર્કિકો સમક્ષ પણ સાધારણલક્ષણપ્રણયનનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય એમ જણાય છે. જૈન દર્શન નિત્યપ્રત્યક્ષને તો માનતું જ નથી એટલે તેની સમક્ષ જન્ય-નિત્યસાધારણ લક્ષણનો પ્રશ્ન ન હતો પરંતુ સાંવ્યવહારિક અને પારમાર્થિક ઉભયવિધ પ્રત્યક્ષના સાધારણ લક્ષણનો પ્રશ્ન હતો. એવું જણાય છે કે તેનો જવાબ સૌપ્રથમ સિદ્ધસેન દિવાકરે જ આપ્યો. તેમણે અપરોક્ષરૂપ જ્ઞાનને પ્રત્યક્ષ કહીને સાંવ્યવહારિક-પારમાર્થિક ઉભયસાધારણ અપરોક્ષત્વને લક્ષણ બનાવ્યું (ન્યાયાવતાર, ૪). સિદ્ધસેનના ‘અપરોક્ષ' પદના પ્રયોગનો પ્રભાવ ભાસર્વજ્ઞના લક્ષણ ઉપર છે કે નહિ, એ કહી શકાય તેમ નથી. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે જૈન પરંપરામાં અપરોક્ષત્વરૂપ સાધારણ લક્ષણનો પ્રારંભ સિદ્ધસેને જ કર્યો હતો.
Jain Education International
-
(૬) દોષનું નિવારણ — સિદ્ધસેને અપરોક્ષત્વને પ્રત્યક્ષમાત્રનું સાધારણ લક્ષણ બનાવ્યું. પરંતુ તેમાં એક ત્રુટિ છે જે કોઈપણ સૂક્ષ્મપ્રજ્ઞ તાર્કિકની નજરમાં આવ્યા વિના રહેતી નથી. તે એ છે કે જો પ્રત્યક્ષનું લક્ષણ અપરોક્ષ છે તો પરોક્ષનું લક્ષણ શું બનશે ? જો કહેવામાં આવે કે પરોક્ષનું લક્ષણ પ્રત્યક્ષભિન્નત્વ યા અપ્રત્યક્ષત્વ છે તો તેમાં તો સ્પષ્ટપણે અન્યોન્યાશ્રયદોષ છે. એવું જણાય છે કે આ દોષને દૂર કરવાનો
For Private & Personal Use Only
www.jainelibrary.org