________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૬૭ તથા અપરોક્ષત્વના સ્વરૂપને સ્કુટ કરવાનો પ્રયત્ન સૌપ્રથમ ભટ્ટારક અકલંકે કર્યો. તેમણે બહુ જ પ્રાંજલ શબ્દોમાં કહી દીધું કે જે જ્ઞાન વિશદ છે તે જ પ્રત્યક્ષ છે (લઘીયસ્ત્રયી, ૧.૩). તેમણે આ વાક્યમાં સાધારણ લક્ષણ તો ગર્ભિત કર્યું જ પણ સાથે સાથે જ ઉક્ત અન્યોન્યાશ્રયદોષને પણ ટાળ્યો કેમ કે હવે અપરોક્ષપદ જ કાઢી નાખવામાં આવ્યું જે પદ પરોક્ષત્વના નિર્વચનની અપેક્ષા રાખતું હતું. અકલંકની લાક્ષણિકતાએ કેવળ એટલું જ ન કર્યું પરંતુ સાથે જ વૈશદ્યનો ફોટ પણ કરી દીધો. એ સ્ફોટ એવો કે જેના દ્વારા સાંવ્યવહારિક અને પારમાર્થિક બન્ને પ્રત્યક્ષનો સંગ્રહ થઈ જાય. તેમણે કહ્યું કે અનુમાન વગેરેની અપેક્ષાએ વિશેષ પ્રતિભાસ કરવો એ વૈશદ્ય છે (લઘીયસ્ત્રથી, ૧.૪). અકલંકનો આ સાધારણ લક્ષણનો પ્રયત્ન અને સ્ફોટ જ ઉત્તરવર્તી બધા શ્વેતામ્બર-દિગમ્બર તાર્કિકોના પ્રત્યક્ષલક્ષણમાં પ્રતિબિંબિત થયો. કોઈક વિશદ પદના બદલે “સ્પષ્ટ' પદ રાખ્યું (પ્રમાણનયતત્ત્વાલક, ૨.૨) તો વળી કોઈએ તે પદને જ જાળવી રાખ્યું (પરીક્ષામુખ, ૨.૩).
જેમ અનેક સ્થાનોએ હેમચન્દ્રાચાર્ય અકલંકને અનુસરે છે તેમ પ્રત્યક્ષના લક્ષણની બાબતમાં પણ તેઓ અકલંકને જ અનુસરે છે. એટલે સુધી કે તેમણે વિશદ પદ અને વૈશદ્યનું વિવરણ અકલંકના જેવું જ રજૂ કર્યું. અકલંકની પરિભાષા એટલી તો દઢમૂલ બની ગઈ હતી કે અન્તિમ તાર્કિક ઉપાધ્યાય યશોવિજયજીએ પણ પ્રત્યક્ષના લક્ષણમાં તેનો આશ્રય લીધો (તર્કભાષા, પૃ. ૧).
પૃ. ૧૨૮ ‘પ્રતિસંધ્યાનેન'- પ્રતિસંખ્યાન શબ્દ બૌદ્ધ પરંપરામાં જે અર્થમાં પ્રસિદ્ધ છે તે જ અર્થમાં પ્રસંખ્યાન શબ્દ ન્યાય, યોગ આદિ દર્શનોમાં પ્રસિદ્ધ છે (ાયભાષ્ય, ૪.૨.૨; યોગસૂત્ર, ૪.૨૯).
અ. ૧. આ. ૧. સૂત્ર ૩૫-૩૬ પૃ. ૧૫૯–આ પહેલાં અમે લખ્યું છે કે “આચાર્ય હેમચન્ટે પોતાનું વૈયાકરણત્વ આકર્ષક તાર્કિક શૈલીમાં વ્યક્ત કર્યું છે” (ટિપ્પણ પૃ. ૩૮૫) એનો ખુલાસો આવો સમજવો જોઈએ. વૈયાકરણોની પરિભાષા અનુસાર ક્રિયાવાચી શબ્દ ધાતુ કહેવાય છે અને ધાતુપ્રતિપાદ્ય અર્થ ક્રિયા કહેવાય છે. અકર્મક
૧. વાર્થો ધાતુ: I હૈમશબ્દાનુશાસન, ૩.૩.૩. કૃતઃ ક્રિયા પ્રવૃત્તિવ્યપર તિ થાવત્ __ पूर्वापरीभूता साध्यमानरूपा सा अर्थोऽभिधेयं यस्य स शब्दो धातुसंज्ञो भवति ।
હૈમશબ્દાનુશાસનબૃહદ્રવૃત્તિ, ૩.૩.૩. ૨. મવત્યર્થ. સાધ્વરૂપ: ક્રિયસામાન્ચે ધત્વર્થઃ સ ધાતુનૈવોચ . હૈમશબ્દાનુશાસનવૃત્તિ,
૫.૩.૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org