________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૬૫ તરીકે લબ્ધિ કે વિશિષ્ટ આત્મશક્તિનું તે જૈન દર્શનની તાર્કિક પરંપરા વર્ણન કરે છે, આ લબ્ધિ એક રીતે જૈન પરિભાષામાં યોગજ ધર્મ જ છે.
(૨) અલૌકિકમાં નિર્વિકલ્પકનું સ્થાન – હવે પ્રશ્ન એ છે કે અલૌકિક પ્રત્યક્ષ નિર્વિકલ્પક જ હોય છે કે સવિકલ્પક જ હોય છે કે ઉભયરૂપ ? આના ઉત્તરમાં એકવાક્યતા નથી. તાર્કિક બૌદ્ધ અને શાંકર વેદાન્ત પરંપરા અનુસાર તો અલૌકિક પ્રત્યક્ષ નિર્વિકલ્પ જ સંભવે છે, સવિકલ્પક કદી સંભવતું જ નથી. રામાનુજનો મત આનાથી બિલકુલ ઊલટો છે, તે અનુસાર લૌકિક હો યા અલૌકિક કોઈ પણ પ્રત્યક્ષ સર્વથા નિર્વિકલ્પક સંભવતું જ નથી. પરંતુ ન્યાય-વૈશિષિક આદિ અન્ય વૈદિક દર્શનો અનુસાર અલૌકિક પ્રત્યક્ષ સવિકલ્પક-નિર્વિકલ્પક બન્ને સંભવે છે, એવું જણાય છે. અહીં એ નોંધવું જોઈએ કે ભાસર્વજ્ઞ (ન્યાયસાર, પૃ. ૩) જેવા પ્રબળ તૈયાયિકે ઉક્ત રૂપે દ્વિવિધ યોગિપ્રત્યક્ષનું સ્પષ્ટ કથન કર્યું છે, તો પણ કણાદસૂત્રો અને પ્રશસ્તપાદભાષ્ય આદિ પ્રાચીન ગ્રંથોમાં એવો કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી. જૈન પરંપરા અનુસાર અલૌકિક યા પારમાર્થિક પ્રત્યક્ષ ઉભયરૂપ છે કેમ કે જૈન દર્શનમાં અવધિદર્શન તથા કેવલદર્શન નામનો સામાન્યબોધ મનાયો છે જે અલૌકિક નિર્વિકલ્પક જ છે, જ્યારે જે અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન તથા કેવલજ્ઞાનરૂપ વિશેષબોધ છે તે અલૌકિક સવિકલ્પક છે.
(૩) પ્રત્યક્ષત્વનું નિયામક – પ્રશ્ન છે કે પ્રત્યક્ષત્વનું નિયામક તત્ત્વ શું છે જેના કારણે કોઈ પણ બોધ યા જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય? આનો ઉત્તર પણ જુદા જુદા દર્શનોનો એક જ નથી. નવ્ય શાંકર વેદાન્ત અનુસાર પ્રત્યક્ષત્વનું નિયામક છે પ્રમાણચૈતન્ય અને વિષયચેતન્યનો અભેદ જેનું સવિસ્તર નિરૂપણ વેદાન્તપરિભાષામાં છે. ન્યાયવૈશેષિક, સાંખ્યયોગ, બૌદ્ધ, મીમાંસા દર્શનો અનુસાર પ્રત્યક્ષત્વનું નિયામક છે સક્સિકર્ષજન્યત્વ, જે સત્રિકર્ષથી - લૌકિક સન્નિકર્ષ હો કે અલૌકિક – જન્ય છે તે બધાં જ્ઞાનો પ્રત્યક્ષ છે. જૈન દર્શનમાં પ્રત્યક્ષનાં નિયામક તત્ત્વો બે છે. આગમિક પરંપરા અનુસાર તો એક માત્ર આત્મમાત્રસાપેક્ષત્વ જ પ્રત્યક્ષનું નિયામક છે (સર્વાર્થસિદ્ધિ, ૧.૧૨). પરંતુ જૈન તાર્કિક પરંપરા અનુસાર તે ઉપરાંત ઇન્દ્રિયમનોજન્યત્વ પણ પ્રત્યક્ષત્વનું નિયામક ફલિત થાય છે (પ્રમાણમીમાંસા, ૧.૨૦). વસ્તુતઃ જૈન તાર્કિક પરંપરા ન્યાય-વૈશેષિક આદિ વૈદિક દર્શનનુસારિણી છે.
9. Indian Psychology : Perception, p. 352. ૨. અત: પ્રત્યક્ષદ્ઘ વિષ વિશેષવિષયત્નમ્ શ્રીભાષ્ય, પૃ. ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org