________________
૪૬૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા તે તાત્પર્ય એ છે કે મયંશ હોવા છતાં પણ નૈૠયિક અવગ્રહ પ્રવૃત્તિનિવૃત્તિવ્યવહારક્ષમ ન હોવાના કારણે પ્રમાણરૂપ ગણાવો જ ન જોઈએ. આ
અભિપ્રાયથી તેમણે દર્શનને પ્રમાણકોટિબહિર્ભત દર્શાવેલ છે એમ માની લેવાથી પછી કોઈ વિરોધ રહેતો નથી.
આચાર્ય હેમચન્દ્ર વૃત્તિમાં દર્શન સાથે સંબંધ ધરાવતા વિચાર ત્રણ જગાએ પસંગવશ પ્રગટ કર્યા છે. અવગ્રહનું સ્વરૂપ દર્શાવતાં તેમણે કહ્યું છે કે દર્શન જે અવિકલ્પક છે તે અવગ્રહ નથી, અવગ્રહનું પરિણામી કારણ અવશ્ય છે અને તે ઇન્દ્રિયાર્થસંબંધ પછી પણ અવગ્રહના પહેલાં ઉત્પન્ન થાય છે (૧.૧. ૨૬). બૌદ્ધસખ્ખત નિર્વિકલ્પક જ્ઞાનને અપ્રમાણ દર્શાવતી વખતે તેમણે કહ્યું છે કે અનધ્યવસાયરૂપ હોવાથી તે પ્રમાણ નથી, અધ્યવસાય યા નિર્ણય જ પ્રમાણ ગણાવો જોઈએ (૧.૧.૬). તેમણે નિર્ણયનો અર્થ દર્શાવતાં કહ્યું છે કે અનધ્યવસાયથી ભિન્ન તથા અવિકલ્પક અને સંશયથી ભિન્ન જ્ઞાન જ નિર્ણય છે (પૃ. ૬૩. પંક્તિ ૩). આચાર્યના ઉક્ત બધાં કથનોમાંથી એ જ ફલિત થાય છે કે તે જૈન પરંપરાના પ્રસિદ્ધ દર્શન અને બૌદ્ધ પરંપરાના પ્રસિદ્ધ નિર્વિકલ્પને એક જ માને છે અને દર્શનને અનિર્ણયરૂપ હોવાના કારણે પ્રમાણ નથી માનતા તથા તેમનું આ અપ્રમાણત્વકથન પણ તાર્કિક દૃષ્ટિએ છે,આગમદષ્ટિએ નથી, જેવું અભયદેવભિન્ન બધા જૈન તાર્કિકો માનતા આવ્યા છે.
આચાર્ય હેમચન્દ્રોક્ત વિગ્રહના પરિણામિકારણરૂપ દર્શનને ઉપાધ્યાય યશોવિજયજીનો નૈૠયિક અવગ્રહ સમજવો જોઈએ.
પૂ. ૬૪ “સ્વનિર્ણય' – દાર્શનિક ક્ષેત્રમાં જ્ઞાન સ્વપ્રકાશ છે, પરપ્રકાશ છે કે સ્વ-પરપ્રકાશ છે આ પ્રશ્નોની બહુ જ લાંબી અને વિવિધ કલ્પનાઓથી ભરેલી ચર્ચા છે. આ વિષયમાં કોનો કયો પક્ષ છે એનું વર્ણન કરતાં પહેલાં કેટલીક સામાન્ય વાતો જાણી લેવી જરૂરી છે જેથી સ્વપ્રકાશત્વ-પરપ્રકાશત્વનો ભાવ બરાબર સમજી શકાય.
(૧) જ્ઞાનનો સ્વભાવ પ્રત્યયોગ્ય છે. આવો સિદ્ધાન્ત કેટલાક લોકો માને છે જ્યારે બીજાઓ આનાથી બિલકુલ ઊલટું માને છે. તેઓ કહે છે કે જ્ઞાનનો સ્વભાવ પરોક્ષ જ છે, પ્રત્યક્ષ નથી. આમ પ્રત્યક્ષ-પરોક્ષરૂપે જ્ઞાનના સ્વભાવભેદની કલ્પના જ સ્વપ્રકાશત્વ-પરપ્રકાશત્વની ચર્ચાનો મૂલાધાર છે.
(૨) સ્વપ્રકાશ શબ્દનો અર્થ છે સ્વપ્રત્યક્ષ અર્થાત પોતાની મેળે જ જ્ઞાનનું પ્રત્યક્ષરૂપે ભાસિત થવું. પરંતુ પરપ્રકાશ શબ્દના બે અર્થો છે. તે બેમાંથી એક અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org