________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૬૧
તો છે પરપ્રત્યક્ષ અર્થાત્ એક જ્ઞાનવ્યક્તિનું અન્ય જ્ઞાનવ્યક્તિમાં પ્રત્યક્ષરૂપે ભાસિત થવું. બીજો અર્થ છે પરાનુમેય અર્થાત્ એક જ્ઞાનનું અન્ય જ્ઞાનમાં અનુમેયરૂપે ભાસિત થવું.
(૩) સ્વપ્રત્યક્ષનો એ અર્થ નથી કે કોઈ સ્વપ્રત્યક્ષ છે એટલે તેનો અનુમાન આદિ દ્વારા બોધ થતો જ નથી પરંતુ તેનો અર્થ એટલો જ છે કે જ્યારે કોઈ જ્ઞાનવ્યક્તિ ઉત્પન્ન થાય ત્યારે તે સ્વાધાર પ્રમાતાને પ્રત્યક્ષ થાય છે જ અને અન્ય પ્રમાતાઓ માટે તેની પરોક્ષતા જછે તથા સ્વાધાર પ્રમાતા માટે પણ જો જ્ઞાનવ્યક્તિ વર્તમાન ન હોય તો પરોક્ષ જછે. પરપ્રકાશના પરપ્રત્યક્ષ અર્થના પક્ષમાં પણ આ જ વાત લાગુ પડે છે —— અર્થાત્ વર્તમાન જ્ઞાન વ્યક્તિ જ સ્વાધાર પ્રમાતા માટે પ્રત્યક્ષ છે, અન્યથા નથી.
૧
વિજ્ઞાનવાદી બૌદ્ધ (ન્યાયબિન્દુ, ૧.૧૦), મીમાંસક, પ્રભાકરર, વેદાન્ત અને જૈન આ બધા સ્વપ્રકાશવાદી છે. આ બધા જ્ઞાનના સ્વરૂપ અંગે એકમત નથી કારણ કે વિજ્ઞાનવાદ અનુસાર જ્ઞાનભિન્ન અર્થનું (વસ્તુનું) અસ્તિત્વ જ નથી” અને જ્ઞાન પણ સાકાર જ છે. પ્રભાકરના મત અનુસાર બાહ્યાર્થનું અસ્તિત્વ છે (બૃહતી, પૃ. ૭૪) જેનું સંવેદન થાય છે. વેદાન્ત અનુસાર જ્ઞાન મુખ્યપણે બ્રહ્મરૂપ હોવાથી નિત્ય જ છે. જૈન મત પ્રભાકરના મતની જેમ બાહ્યાર્થનું અસ્તિત્વ માને છે તેમ જ જ્ઞાનને જન્મ સ્વીકારે છે. તે બધામાં આવો મતભેદ હોવા છતાં તે બધા એ વિષયમાં એકમત છે કે જ્ઞાનમાત્ર સ્વપ્રત્યક્ષ છે અર્થાત્ જ્ઞાન પ્રત્યક્ષ હો યા અનુમિતિ, શબ્દ, સ્મૃતિ, આદિ રૂપ હો તો પણ તે સ્વસ્વરૂપના વિષયમાં સાક્ષાત્કારરૂપ જ છે, તેનું અનુમિતિત્વ, શાબ્દત્વ, સ્મૃતિત્વ આદિ અન્ય ગ્રાહ્યની અપેક્ષાએ સમજવું જોઈએ અર્થાત્ ભિન્ન ભિન્ન સામગ્રીથી પ્રત્યક્ષ, અનુમેય, સ્મર્તવ્ય આદિ વિભિન્ન વિષયોમાં
१. यत्त्वनुभूतेः स्वयंप्रकाशत्वमुक्तं तद्विषयप्रकाशनवेलायां ज्ञातुरात्मनस्तथैव न तु सर्वेषां सर्वदा तथैवेति नियमो ऽस्ति परानुभवस्य हानोपादानादिलिङ्गकानुमानज्ञानविषयत्वात् स्वानुभवस्याવ્યતીતસ્યાનાસિમિતિ જ્ઞાનવિષય~ર્શનાત્ત્વ । શ્રીભાષ્ય, પૃ. ૨૪.
૨. સર્વવિજ્ઞાનહેતા મિતૌ માત િવ પ્રમા ।
સાક્ષાતૃત્વસામાન્યાત્ પ્રત્યક્ષત્વન સભ્યતા । પ્રકરણપંચિકા, પૃ. ૫૬.
૩. ભામતી, પૃ. ૧૬. સેયં સ્વયંપ્રાશાનુભૂતિઃ । શ્રીભાષ્ય, પૃ. ૧૮. ચિત્સુખી, પૃ. ૯.
૪. સદ્દોપતમ્મનિયમા ભેો નીતતક્રિયો: । બૃહતી, પૃ. ૨૯
प्रकाशमानस्तादात्म्यात् स्वरूपस्य प्रकाशकः ।
યથા પ્રજાશોઽભિમત તથા ધીરાત્મવેવિની ! પ્રમાણવાર્તિક, ૩.૩૨૯
૫. સર્વવિજ્ઞાનદેતૃત્યા
32
Jain Education International
યાવતી ાવિાળસ્મરણરૂપા। પ્રકરણપંચિકા, પૃ. ૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org