________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૫૯ પણ આધ્યાત્મિક ભાવાનુસારી નહિ પરંતુ વિષયાનુસારી કરાવા લાગ્યો જેવો કે જૈનતેર દર્શનોમાં તાર્કિક વિદ્વાનો કરી રહ્યા હતા. આ તાર્કિક દૃષ્ટિ અનુસાર જૈન પરંપરા દર્શનને પ્રમાણ માને છે, કે અપ્રમાણ માને છે કે ઉભયરૂપ માને છે, કે ઉભયભિન્ન માને છે? આ પ્રશ્ન અહીં પ્રસ્તુત છે.
તાર્કિક દૃષ્ટિ અનુસાર પણ જૈન પરંપરામાં દર્શનના પ્રમાત્વ યા અપ્રમાત્વ અંગે કોઈ એકવાક્યતા નથી. સામાન્યપણે શ્વેતામ્બર હો કે દિગમ્બર બધા તાર્કિક દર્શનને પ્રમાણ કોટિની બહાર જ રાખે છે કેમ કે બધા બૌદ્ધસમ્મત નિર્વિકલ્પકના પ્રમાત્વનું ખંડન કરે છે અને પોતપોતાના પ્રમાણલક્ષણમાં વિશેષોપયોગબોધક જ્ઞાન, નિર્ણય આદિ પદને દાખલ કરીને સામાન્યોપયોગરૂપ દર્શનને પ્રમાણલક્ષણનું અલક્ષ્ય જ માને છે. આ રીતે દર્શનને પ્રમાણ ન માનવાની તાર્કિક પરંપરા શ્વેતામ્બર-દિગમ્બર બધા ગ્રન્થોમાં સર્વસાધારણ છે. માણિક્યનન્દી અને વાદી દેવસૂરિએ તો દર્શનને ન કેવળ પ્રમાણબાહા જ રાખ્યું પરંતુ તેને પ્રમાણાભાસ (પરીક્ષામુખ, ૬.૨. પ્રમાણનયતત્ત્વાલક, ૬.૨૪-૨૫) પણ કહ્યું.
સન્મતિટીકાકાર અભયદેવે (સન્મતિટીકા, પૃ. ૪૫૭) દર્શનને પ્રમાણ કહ્યું છે પરંતુ તે કથન તાર્કિક દૃષ્ટિએ કરવામાં આવ્યું છે એમ ન સમજવું જોઈએ કેમ કે તેમણે આગમાનુસારી સન્મતિની વ્યાખ્યા કરતી વખતે આગમદષ્ટિને જ લક્ષ્યમાં રાખીને દર્શનને સમ્યગ્દર્શનના અર્થમાં પ્રમાણ હ્યું છે, અને નહિ કે તાર્કિક દૃષ્ટિએ વિષયાનુસારી પ્રમાણના અર્થમાં. આ વિવેક તેમના એ સંદર્ભ ઉપરથી જ થઈ જાય
અલબત્ત, ઉપાધ્યાય યશોવિજયજીના દર્શન સંબંધી પ્રામાણ્ય-અપ્રામાણ્યના વિચારમાં કંઈક વિરોધ જેવું જણાય છે. એક બાજુ તે દર્શનને વ્યંજનાવગ્રહઅનન્તરભાવી નૈૠયિક અવગ્રહરૂપ દર્શાવે છે જે મતિવ્યાપાર હોવાના કારણે પ્રમાણકોટિમાં આવી શકે છે અને બીજી બાજુ તે વાદિદેવના પ્રમાણલક્ષણવાળા સૂત્રની વ્યાખ્યામાં જ્ઞાનપદનું પ્રયોજન દર્શાવતાં દર્શનને પ્રમાણકોટિથી બહિર્ભત દર્શાવે છે (તર્કભાષા, પૃ. ૧). આમ તેમના કથનમાં જયાં એક બાજુ દર્શન બિલકુલ પ્રમાણબહિર્ભત છે ત્યાં બીજી બાજુ અવગ્રહરૂપ હોવાથી પ્રમાણકોટિમાં આવવા યોગ્ય પણ છે. પરંતુ એવું જણાય છે કે તેમનું તાત્પર્ય કંઈક બીજું જ છે. અને સંભવતઃ ૧. લવીયસ્ત્રયી. પરીક્ષામુખ, ૧.૩. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૮.પ્રમાણનયતત્તાલોક, ૧.૨. ૨. તર્કભાષા, પૃ. ૫. જ્ઞાનબિન્દુ, પૃ. ૧૩૮
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org