________________
૪૩૪
હેમચન્દ્રાચાર્યક્િત પ્રમાણમીમાંસા કે વ્યવહારમાં અને શાસ્ત્રમાં કથાનું સ્વરૂપ નિશ્ચિત થઈ ગયા પછી બહુ જ જલદી દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂપ અને વર્ગીકરણ શાસ્ત્રબદ્ધ થયું હશે. દૂષણ અને દૂષણાભાસના નિરૂપણનો પ્રાથમિક યશ બ્રાહ્મણ પરંપરાને જાય છે. બૌદ્ધ પરંપરામાં તેનું નિરૂપણ બ્રાહ્મણ પરંપરા દ્વારા દાખલ થયું છે. જૈન પરંપરામાં તે નિરૂપણનો પ્રથમ પ્રવેશ સાક્ષાત્ તો બૌદ્ધ સાહિત્ય દ્વારા જ થયો જણાય છે. પરમ્પરયા ન્યાય સાહિત્યનો પણ તેના ઉપર પ્રભાવ અવશ્ય પડ્યો છે. પરંતુ વૈદ્યક સાહિત્યનો જૈન નિરૂપણ ઉપર કંઈ પણ પ્રભાવ પડ્યો નથી જેવો કે આ વિષયના બૌદ્ધ સાહિત્ય ઉપર થોડો પ્રભાવ પડ્યો જણાય છે. પ્રસ્તુત વિષયના સાહિત્યનું નિર્માણ બ્રાહ્મણ પરંપરામાં ઈ.સપૂર્વે બે કે ચાર શતાબ્દીઓમાં ક્યારેક શરૂ થયું જણાય છે જ્યારે બૌદ્ધ પરંપરામાં ઈસ્વી સનની પછી જ શરૂ થયું છે અને જૈન પરંપરામાં તો એનાથીય પછી શરૂ થયું છે. બૌદ્ધ પરંપરાનો આ પ્રારંભ ઈસ્વી સનની ત્રીજી શતાબ્દીથી પુરાણો ભાગ્યે જ હોય અને જૈન પરંપરાનો આ પ્રારંભ ઈસ્વી સનની પાંચમી-છઠ્ઠી શતાબ્દીથી પુરાણો ભાગ્યે જ હોય.
(૨) ઉપાલક્ષ્મ, પ્રતિષેધ, દૂષણ, ખંડન, ઉત્તર વગેરે પર્યાય શબ્દો છે. તેમાંથી ઉપાલંભ, પ્રતિષેધ આદિ શબ્દ ન્યાયસૂત્રમાં (૧.૨.૧) પ્રયુક્ત છે, જ્યારે દૂષણ આદિ શબ્દ તેના ભાષ્યમાં આવે છે. પ્રસ્તુત વિષયના બૌદ્ધ સાહિત્યમાંથી તર્કશાસ્ત્રમાં, જે પ્રો. ટુચી દ્વારા પ્રતિસંસ્કૃત કરાયું છે તેમાં, ખંડન શબ્દનો વારંવાર પ્રયોગ થયો છે
જ્યારે દિડૂનાગ, શંકરસ્વામી, ધર્મકીર્તિ વગેરેએ દૂષણ શબ્દનો જ પ્રયોગ કર્યો છે (ન્યાયમુખ, કારિકા ૧૯; ન્યાયપ્રવેશ, પૃ. ૮; ન્યાયબિન્દુ , ૩.૧૩૮). જૈન સાહિત્યમાં ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ઉપાલંભ, દૂષણ આદિ બધા પર્યાય શબ્દો પ્રયુક્ત થયા છે. જાતિ, અસદુત્તર, અસમ્યક ખંડન, દૂષણાભાસ આદિ શબ્દો પર્યાયભૂત છે જેમાંથી જાતિ શબ્દ ન્યાય પરંપરાના સાહિત્યમાં પ્રધાનપણે પ્રયુક્ત થયેલો દેખાય છે. બૌદ્ધ સાહિત્યમાં અસમ્યફ ખંડન તથા જાતિ શબ્દોનો પ્રયોગ કેટલાક પ્રાચીન ગ્રન્થોમાં છે, પરંતુ દિનાગથી શરૂ કરીને બધા બૌદ્ધ તાર્કિકોના તર્કગ્રન્થોમાં દૂષણાભાસ શબ્દના પ્રયોગનું પ્રાધાન્ય થઈ ગયું છે. જૈન તર્કગ્રન્થોમાં મિથ્થોત્તર, જાતિ અને દૂષણાભાસ આદિ શબ્દોનો પ્રયોગ થયેલો જોવા મળે છે.
(૩) ઉદેશ, વિભાગ અને લક્ષણ આદિ દ્વારા દોષો તથા દોષાભાસોના નિરૂપણનું પ્રયોજન બધી પરંપરાઓએ એક “ માન્યું છે અને તે એ કે તેમનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું જેથી વાદી પોતે પોતાના સ્થાપનાવાક્યમાં તે દોષોથી બચી જાય અને પ્રતિવાદી દ્વારા ઉભાવિત દોષાભાસનું દોષાભાસત્વ પ્રગટ કરી પોતાના વાક્યપ્રયોગને નિર્દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org