________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૩૩ જેવા કોઈ બીજા ગ્રન્થો ધર્મકીર્તિની સમક્ષ અવશ્ય રહ્યા છે જેમનામાં જૈન તાર્કિકોએ અન્ય સાંખ્ય આદિ દર્શનમાન્ય કપિલ આદિની સર્વજ્ઞતાનું અને આતતાનું નિરાકરણ કર્યું હશે.
પૃ. ૨૪૮ ‘નનું અનન્વય' – તુલના – ન્યાયબિન્દુ, ૩.૧૨૭, ૧૩૪.
અ. ૨ આ.૧ સૂત્ર ૨૮-૨૯ પૃ. ૨૪૯-૨૬૦પરાથનુમાનનો એક પ્રકાર કથા પણ છે, જે પક્ષ-પ્રતિપક્ષભાવ વિના કદી શરૂ થતી નથી. આ કથા સાથે સંબંધ ધરાવતા અનેક પદાર્થોનું નિરૂપણ કરતું સાહિત્ય વિશાળ પરિમાણમાં આ દેશમાં નિર્માણ પામ્યું છે. આ સાહિત્ય મુખ્યપણે બે પરંપરાઓમાં વિભાજિત છે – બ્રાહ્મણ અર્થાત્ વૈદિક પરંપરા અને શ્રમણ અર્થાત્ વૈદિકેતર પરંપરા. વૈદિક પરંપરામાં ન્યાય તથા વૈદ્યક સંપ્રદાયનો સમાવેશ છે. શ્રમણ પરંપરામાં બૌદ્ધ અને જૈન સંપ્રદાયનો સમાવેશ છે. વૈદિક પરંપરામાં કથા સંબંધી આજે ઉપલબ્ધ સાહિત્યમાં અક્ષપાદનાં ન્યાયસૂત્ર તથા ચરકનું એક પ્રકરણ વિમાનસ્થાન મુખ્ય અને પ્રાચીન છે. ન્યાયભાષ્ય, ન્યાયવાર્તિક, તાત્પર્યટીકા, ન્યાયમંજરી આદિ તેમના ટીકા ગ્રન્થો તથા ન્યાયકલિક. પણ તેટલા જ મહત્ત્વના છે.
બૌદ્ધ સંપ્રદાયના પ્રસ્તુત વિષયનું નિરૂપણ કરતા સાહિત્યમાં ઉપાયહૃદય, તર્કશાસ્ત્ર, પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, ન્યાયબિન્દુ, વાદન્યાય, ઈત્યાદિ ગ્રન્થો મુખ્ય અને પ્રતિષ્ઠિત છે.
જૈન સંપ્રદાયના, પ્રસ્તુત વિષયના સાહિત્યમાં ન્યાયાવતાર, સિદ્ધિવિનિશ્ચયટીકા, ન્યાયવિનિશ્ચય, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પ્રમેયકમલમાર્તડ, પ્રમાણનયતત્તાલોક વગેરે ગ્રન્થો વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઉક્ત બધી પરંપરાઓના ઉપર નિર્દિષ્ટ સાહિત્યના આધારે અહીં કથા સંબંધી કેટલાક પદાર્થોના વિષયમાં કેટલાક મુદ્દાઓ ઉપર લખવામાં આવે છે જે મુદ્દાઓમાંથી સૌ પ્રથમ દૂષણ અને દૂષણાભાસને લઈને વિચાર કરવામાં આવે છે. દૂષણ અને દૂષણાભાસ અંગેના નીચે જણાવેલા મુદ્દાઓ ઉપર અહીં વિચાર પ્રસ્તુત છે – (૧) ઇતિહાસ, (૨) પર્યાય અર્થાત્ સમાનાર્થક શબ્દ, (૩) નિરૂપણપ્રયોજન, (૪) પ્રયોગની અનુમતિ યા વિરોધ, અને (૫) ભેદ-પ્રભેદ.
(૧) દૂષણ અને દૂષણાભાસના શાસ્ત્રીય નિરૂપણ તથા કથાનો ઈતિહાસ કેટલો પુરાણો છે એ નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી, તેમ છતાં એમાં કોઈ સન્દ નથી
૧. પુરાતત્ત્વ, પુ. ૩ અંક ૩માં મારો લેખ “કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org