________________
૪૩૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ધર્મકીર્તિ સુધીનાઓની સામે કહ્યું કે અપ્રદર્શિતાન્વય યા અપ્રદર્શિતવ્યતિરેક દષ્ટાન્તાભાસ ત્યારે જ કહી શકાય જ્યારે તેમાં પ્રમાણ અર્થાત દષ્ટાન્ત જ ન રહે, વીસા આદિ પદોનો અપ્રયોગ આ દોષોનો નિયામક જ નથી કેવળ દૃષ્ટાન્તનું અપ્રદર્શન જ આ દોષોનું નિયામક છે. પૂર્વવર્તી બધા આચાર્યો આ બે દષ્ટાન્તાભાસોનાં ઉદાહરણોમાં ઓછામાં ઓછો અસ્વરવત્ ધવત્ જેટલો પ્રયોગ અનિવાર્યપણે માનતા હતા. આચાર્ય હેમચન્દ્ર અનુસાર આવા દષ્ટાન્તબોધક “વત' પ્રત્યયાન્ત કોઈ શબ્દપ્રયોગની જરૂરત જ નથી– આ પોતાના ભાવને તેમણે પ્રમાણમીમાંસા ૨.૧ ૨૭ સૂત્રની વૃત્તિમાં નિમ્નલિખિત શબ્દો દ્વારા સ્પષ્ટ કર્યો છે : “અતી પ્રમાણD अनुपदर्शनाद् भवतो न तु वीप्सासर्वावधारणपदानामप्रयोगात्, सत्स्वपि तेषु असति प्रमाणे तयोरसिद्धेरिति ।
(૩) આચાર્ય હેમચન્દ્રની ત્રીજી વિશેષતા અનેક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વની અને નોંધપાત્ર છે. તે સાંપ્રદાયિકતાના સમયમાં જ્યારે ધર્મકીર્તિએ વૈદિક અને જૈન સંપ્રદાય પર પ્રબળ પ્રહાર કર્યો અને જયારે પોતાના જ પૂજ્ય વાદી દેવસૂરિ સુધીના જૈન તાર્કિકોએ “શઠં પ્રતિ શાક્ય કુર્યાત' નીતિનો આશ્રય લઈને ધર્મકીર્તિનો બદલો લીધો ત્યારે આચાર્ય હેમચન્દ્ર આ સ્થળે બુદ્ધિપૂર્વક ઉદારતા દેખાડીને સાંપ્રદાયિકતાના વિષને ઓછું કરવાની ચેષ્ટા કરી. એવું જણાય છે કે પોતાના વ્યાકરણની જેમ પોતાના પ્રમાણગ્રંથને પણ સર્વપાર્ષદ અર્થાત્ સર્વસાધારણ બનાવવાની આચાર્ય હેમચન્દ્રની ઉદાર ઇચ્છાનું જ આ પરિણામ છે. ધર્મકીર્તિએ ત્રઋષભ, વર્ધમાન આદિ ઉપર કરેલા કટાક્ષો અને વાદિદેવે સુગત ઉપર કરેલા પ્રતિકટાક્ષોનું તર્કશાસ્ત્રમાં કેટલું અનૌચિત્ય છે, તેનાથી કેટલો રુચિભંગ થાય છે, એ બધું વિચારીને આચાર્ય હેમચન્દ્ર એવાં ઉદાહરણો રચ્યાં જેમનાથી બધાની મતલબ સિદ્ધ થાય પરંતુ કોઈને પણ આઘાત ન થાય.
અહીં એક વાત બીજી પણ ધ્યાન દેવા યોગ્ય છે જે ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની છે. ધર્મકીર્તિએ પોતાનાં ઉદાહરણોમાં કપિલ આદિમાં અસર્વજ્ઞત્વ અને અનાપ્તત્વ સાધક જે અનુમાનપ્રયોગો રજૂ કર્યા છે તેમનું સ્વરૂપ તથા તદન્તર્ગત હેતુઓનું સ્વરૂપ વિચારતાં જણાય છે કે સિદ્ધસેનના સન્મતિ જેવા અને સમન્તભદ્રની આખમીમાંસા
सर्वपार्षदत्वाच्च शब्दानुशासनस्य सकलदर्शनसमूहात्मकस्याद्वादसमाश्रयणमतिरमणीयम् । -
હૈમશબ્દાનુશાસન, ૧.૧.૨. ૨. પ્રમાણમીમાંસા, ૨.૧.૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org