________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
ખાસ ધ્યાન દેવા જેવી છે. પહેલી તો એ છે કે અનધ્યવસિત નામના હેત્વાભાસની કલ્પના અને બીજી એ કે ન્યાયપ્રવેશગત વિરુદ્વાવ્યભિચારીના ઉદાહરણથી વિભિન્ન ઉદાહરણને લઈને વિરુદ્વાવ્યભિચારીને સંશયજનક માનવા ન માનવાનો શાસ્ત્રાર્થ. કણાદસૂત્રમાં અવિદ્યમાન અનધ્યવસિત પદ સૌપ્રથમ પ્રશસ્તપાદે જ વાપર્યું છે કે પછી તેના પહેલાં પણ તેનો પ્રયોગ અલગ હેત્વાભાસના અર્થમાં થતો રહ્યો છે એ કહી શકાય તેમ નથી. ન્યાયપ્રવેશમાં વિરુદ્ધાવ્યભિચારીનું ઉદાહરણ નિત્ય: શબ્દઃ श्रावणत्वात् शब्दत्ववत् अनित्यः शब्दः कृतकवात् घटवत् આ છે જ્યારે પ્રશસ્તપાદમાં ઉદાહરણ 'मनः मूर्तं क्रियावत्त्वात् मनः अमूर्तम् अस्पर्शवत्त्वात्' આ છે. પ્રશસ્તપાદનું ઉદાહરણ તો વૈશેષિક પ્રક્રિયા અનુસાર જ છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ન્યાયપ્રવેશનું ઉદાહરણ ખુદ બૌદ્ધ પ્રક્રિયા અનુસાર ન હોઈને એક રીતે વૈદિક પ્રક્રિયા અનુસાર જ છે કેમ કે જેમ વૈશેષિક આદિ વૈદિક તાર્કિક શબ્દત્વને જાતિરૂપ માને છે તેમ બૌદ્ધ તાર્કિક નિત્ય જાતિને નથી માનતા. અસ્તુ, આ વિવાદ આગળ પણ ચાલ્યો.
-
-
For Private & Personal Use Only
...com
૪૨૫
તાર્કિકપ્રવર ધર્મકીર્તિએ હેત્વાભાસની પ્રરૂપણા બૌદ્ધસમ્મત હેતુઐરૂખના આધાર પર કરી,૧ જે તેમના પૂર્વવર્તી બૌદ્ધ ગ્રંથોમાં આજ સુધી જોવામાં નથી આવી. એવું જણાય છે કે પ્રશસ્તપાદનું અનૈકાન્તિક હેત્વાભાસ વિષયક બૌદ્ધ મન્તવ્યનું ખંડન બરાબર ધર્મકીર્તિના ધ્યાનમાં રહ્યું છે. ધર્મકીર્તિએ પ્રશસ્તપાદને જવાબ આપી ન્યાયપ્રવેશનો બચાવ કર્યો. તેણે વ્યભિચારને અનેકાન્તિકતાના નિયામક તરીકે ન્યાયસૂત્રની જેમ માન્યો તેમ છતાં તેણે ન્યાયપ્રવેશ અને પ્રશસ્તપાદની જેમ સંશયજનકત્વને પણ તેના નિયામક તરીકે માની લીધું. પ્રશસ્તપાદે ન્યાયપ્રવેશસમ્મત અસાધારણને અનૈકાન્તિક માનવાનું એમ કહીને ખંડન કર્યું હતું કે તે સંશયજનક નથી. આનો જવાબ ધર્મકીર્તીએ અસાધારણનું ઉદાહરણ ન્યાયપ્રવેશની અપેક્ષાએ જુદું રચીને અને તેની સંશયજનકતા દેખાડીને દીધો અને દર્શાવ્યુ કે અસાધારણ અવૈકાન્તિક હેત્વાભાસ જ છે. આટલું કરીને જ ધર્મકીર્તિ સંતુષ્ટ ન રહ્યા પરંતુ પોતાના માન્ય આચાર્ય દિનાગની પરંપરાને પ્રતિષ્ઠિત રાખવાનો બીજો વધુ પ્રયત્ન પણ કર્યો. પ્રશસ્તપાદે વિરુદ્વાવ્યભિચારીના ખંડનમાં જે દલીલ દીધી હતી તેનો સ્વીકાર કરીને પણ પ્રશસ્તપાદના ખંડન વિરુદ્ધ ધર્મકીર્તિએ વિરુદ્વાવ્યભિચારીનું સમર્થન કર્યું અને १. तत्र त्रयाणां रूपाणामेकस्यापि रूपस्यानुक्तौ साधनाभासः । उक्तावप्यसिद्धौ सन्देहे वा પ્રતિપાદ્યપ્રતિપાયો: 1 વ્રુક્ષ્ય રૂપસ્ય.... ! ન્યાયબિન્દુ, ૩.પ૭થી.
૨
२. अनयोरेव द्वयो रूपयोः सन्देहेऽनैकान्तिकः । यथा सात्मकं जीवच्छरीरं प्राणादिमत्त्वादिति । ગત પ્વાન્વયતિરેક્ષ્યો: સન્ડેહાłાન્તિ:। સાધ્યુંતયોરતો નિશ્ચયાત્રાવાત્। ન્યાયબિન્દુ, ૩. ૯૮-૧૧૦.
Jain Education International
...
www.jainelibrary.org