SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા તે પણ એવી રીતે કે દિડુનાગની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે અને પ્રશસ્તપાદને ઉત્તર પણ અપાઈ જાય. આવું કરતી વખતે ધર્મકીર્તિએ વિરુદ્ધાવ્યભિચારીનું જે ઉદાહરણ આપ્યું છે તે ન્યાયપ્રવેશ અને પ્રશસ્તપાદના ઉદાહરણથી જુદું છે તેમ છતાં તે ઉદાહરણ વૈશેષિક પ્રક્રિયા અનુસાર હોવાથી પ્રશસ્તપાદને અગ્રાહ્ય ન હોઈ શકે. આમ બૌદ્ધ અને વૈદિક તાર્કિકોની આ વિષયમાં એટલે સુધી ચર્ચા ચાલી જેનો અંત ન્યાયમંજરીમાં આવ્યો જણાય છે. જયન્ત ફરી પોતાના પૂર્વાચાર્યોનો પક્ષ લઈને ન્યાયપ્રવેશ અને ધર્મકીર્તિના ન્યાયબિન્દુનો સામનો કરે છે. તે અસાધારણ અને વિરુદ્ધાવ્યભિચારીને અર્નકાન્તિક ન માનવાના પ્રશસ્તપાદગત મતનું ઘણા વિસ્તારથી સમર્થન કરે છે પરંતુ સાથે સાથે જ તે સંશયજનકત્વને અનેકાન્તિકતાના નિયામક તરીકે માનવાનો પણ ઇન્કાર કરે છે. ભાસર્વજ્ઞ બૌદ્ધ, વૈદિક તાર્કિકોના પ્રસ્તુત વિવાદને સ્પર્શ કર્યા વિના અનૈકાન્તિક હેત્વાભાસનાં આઠ ઉદાહરણો આપ્યાં છે (ન્યાયસાર, પૃ. ૧૦), અને ક્યાંય સંશયજનકતાનો ઉલ્લેખ કર્યો નથી. તે ગૌતમીય પરંપરાને અનુસરનારા જણાય છે. જૈન પરંપરામાં અનૈકાન્તિક અને સન્દિગ્ધ આ બન્ને નામો મળે છે. અકલંક (ન્યાયવિનિશ્ચય, ૨. ૧૯૬) સન્ટિગ્ધ શબ્દનો પ્રયોગ કરે છે જ્યારે સિદ્ધસેન (ન્યાયાવતાર, ૨૩) આદિ અન્ય જૈન તાર્કિક અનૈકાન્તિક પદનો પ્રયોગ કરે છે. માણિક્યનન્દીની અનૈકાન્તિકનિરૂપણવિષયક સૂત્રરચના આચાર્ય હેમચન્દ્રની સૂત્રરચનાની જેમ જ વસ્તુતઃ ન્યાયબિન્દુની સૂત્રરચનાની સંક્ષિપ્ત પ્રતિચ્છાયા છે. આ વિષયમાં વાદિદેવની સૂત્રરચના એવી પરિમાર્જિત નથી જેવી માણિક્યનન્દી અને હેમચન્દ્રની છે, કારણ કે વાદિદેવે અર્નકાન્તિકના સામાન્ય લક્ષણમાં જ જે “ન્દ્રિદાતે' ૧. વિવ્યવાર્યપિ સંશય હેતુ સરૂદ માત્રો: !.... અત્રો દર વત્સર્વદેશાર્તિક स्वसम्बन्धिभिर्युगपदभिसम्बध्यते तत्सर्वगतं यथाऽऽकाशम्, अभिसम्बध्यते सर्वदेशावस्थितैः स्वसम्बन्धिभिर्युगपत् सामान्यमिति । ... द्वितीयोऽपि प्रयोगो यदुपलब्धिलक्षणप्राप्तं सत्रोपलभ्यते न तत् तत्रास्ति । तद्यथा क्वचिदविद्यमानो घटः । नोपलभ्यते चोपलब्धिलक्षणप्राप्तं सामान्य व्यक्त्यन्तरालेष्विति । अयमनुपलम्भप्रयोगः स्वभावश्च परस्परविरुद्धार्थसाधनादेकत्र संशयं નનયત: I ન્યાયબિન્દુ, ૩.૧૧૨-૧૨૧. असाधारणविरुद्धाव्यभिचारिणौ तु न संस्त एव हेत्वाभासाविति न व्याख्यायेते। .... अपि च संशयजननमनैकान्तिकलक्षणमुच्यते चेत् काममसाधारणस्य विरुद्धाव्यभिचारिणो वा यथा तथा संशयहेतुतामधिरोप्य कथ्यतामनैकान्तिकता न तु संशयजनकत्वं तल्लक्षणम् .... अपि तु પદયવૃત્તિત્વનૈતિક્ષણમ્.... ન્યાયમંજરી, પૃ. ૫૯૮-૫૯૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy