________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૨૧ બધા ગ્રન્થો અસિદ્ધના ન્યૂન યા અધિક પ્રકારોનાં લક્ષણો ઉદાહરણો સહિત વર્ણવે છે. ત્યારે ન્યાયસૂત્ર અને તેનું ભાષ્ય એવું કંઈ પણ ન કરતાં કેવળ અસિદ્ધનું સામાન્ય સ્વરૂપ દર્શાવે છે.
પ્રશસ્તપાદ અને ન્યાયપ્રવેશમાં અસિદ્ધના ચાર પ્રકારોનું સ્પષ્ટ અને પ્રાયઃ એકસરખું વર્ણન છે. માકર (કારિકા ૫) પણ તેના ચાર ભેદોનો નિર્દેશ કરે છે જે સંભવતઃ તેમની દૃષ્ટિમાં તે જ રહ્યા હશે. ન્યાયબિન્દુમાં ધર્મકીર્તિએ પ્રશસ્તપાદ વગેરેએ જણાવેલા ચાર પ્રકારોનું તો વર્ણન કર્યું જ છે પરંતુ તેમણે પ્રશસ્તપાદ તથા ન્યાયપ્રવેશની જેમ આશ્રયાસિદ્ધનું એક જ ઉદાહરણ આપ્યું નથી પરંતુ એકના બદલે બે ઉદાહરણો આપ્યાં છે અને આમ અસિદ્ધના ચોથા પ્રકાર આશ્રયાસિદ્ધના પણ પ્રભેદો કરી દીધા છે. ધર્મકીર્તિનું વર્ણન વસ્તુતઃ પ્રશસ્તપાદ અને ન્યાયપ્રવેશગત પ્રસ્તુત વર્ણનનું થોડુંક સંશોધન માત્ર છે (ન્યાયબિન્દુ, ૩.૫૮-૬૭).
ન્યાયસારમાં (પૃ. ૮) અસિદ્ધના ચૌદ પ્રકાર ઉદાહરણો સાથે દર્શાવ્યા છે. ન્યાયમંજરીમાં (પૃ. ૬૦૬) પણ એ જ રીતે અનેક ભેદોની સૃષ્ટિનું વર્ણન છે. માણિક્યનન્દી શબ્દરચના બદલે છે (પરીક્ષામુખ, ૬.૨૨-૨૮) પરંતુ વસ્તુતઃ તે અસિદ્ધના વર્ણનમાં ધર્મકીર્તિને જ અનુસરે છે. પ્રભાચન્દ્ર પરીક્ષામુખની ટીકા માર્તડમાં (પૃ. ૧૯૧ A) મૂળ સૂત્રમાં ન મળતા અસિદ્ધના અનેક ભેદોનાં નામ અને ઉદાહરણ આપ્યાં છે જે ન્યાયસારગત જ છે. આચાર્ય હેમચન્દ્રનાં અસિદ્ધવિષયક સૂત્રોની સૃષ્ટિ ન્યાયબિન્દુ અને પરીક્ષામુખનું અનુસરણ કરે છે. આચાર્ય હેમચન્દ્રની ઉદાહરણમાલામાં પણ શબ્દશ: ન્યાયસારનું અનુસરણ છે. ધર્મકીર્તિ અને માણિક્યનન્દીનું અક્ષરશઃ અનુસરણ ન કરવાના કારણે વાદિદેવનાં અસિદ્ધવિષયક સામાન્ય લક્ષણમાં (પ્રમાણનયતત્તાલોક, ૬.૪૯) આચાર્ય હેમચન્દ્રના સામાન્ય લક્ષણની અપેક્ષાએ વિશેષ પરિષ્કૃતતા જણાય છે. વાદિદેવનાં પ્રસ્તુત સૂત્રોની વ્યાખ્યા રત્નાકરાવતારિકામાં અસિદ્ધના ભેદોની જે ઉદાહરણમાલા છે તે ન્યાયસાર અને ન્યાયમંજરીનાં ઉદાહરણોનું અક્ષરશઃ સંકલન માત્ર છે. એટલું અત્તર અવશ્ય છે કે કેટલાંક ઉદાહરણોમાં વસ્તુવિન્યાસ વાદી દેવસૂરિનો પોતાનો છે.
પૃ. ૨૩૫ “સામાચવિશોષવત્તાત્' – તુલના - સામાન્યસ્વીત્ – ન્યાયસાર, પૃ. ૮.
૧. ૩મયfસોચતરસિદ્ધ તીવોનુમેયસિદ્ધતિ . પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૩૮.
૩યાસિદ્ધોડચતરસિદ્ધ: સ્થિસિદ્ધ: આશ્રયસિદ્ધતિન્યાયપ્રવેશ, પૃ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org