________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૮૭, પૃ. ૧૬૩ “મેન્ટે તુ' – તુલના – પરીક્ષામુ, ૬.૭૧. પૃ. ૧૬૩ ‘મથ થવાત્મનિ'- તુલના–પ્રમેયરત્નમાલા, ૬.૭૧-૭૨.
પૃ. ૧૬૩ પ્રકાIIન્ નમ્' – તુલના – પરીક્ષામુખ, પ. ૨. પ્રમાણપરીક્ષા, પૃ. ૭૯.
પૃ. ૧૬૪ “વપરામાસી' – ભારતમાં દાર્શનિકોના ચિન્તનનો મુખ્ય અને અન્તિમ વિષય આત્મા જ રહ્યો છે. અન્ય બધી ચીજો આત્માની ખોજમાંથી ફલિત થઈ છે. તેથી જ આત્માના અસ્તિત્વ તથા સ્વરૂપના સંબંધમાં બિલકુલ પરસ્પરવિરોધી એવા અનેક મતો અતિ ચિરકાલથી દર્શનશાસ્ત્રોમાં મળે છે. ઉપનિષદ્દાલ પહેલાંથી જ આત્માને સર્વથા નિત્ય (કૂટસ્થનિત્ય) માનનારા દર્શન મળે છે જે ઔપનિષદ, સાંખ્ય આદિ નામથી પ્રસિદ્ધ છે. આત્મા અર્થાત ચિત્ત યા નામને પણ સર્વથા ક્ષણિક માનવાનો બૌદ્ધ સિદ્ધાન્ત છે જે ગૌતમ બુદ્ધથી તો અર્વાચીન નથી. આ સર્વથા નિયત્વ અને સર્વથા ક્ષણિકત્વ સ્વરૂપ બે એકાન્તો વચ્ચે થઈને જનારો અર્થાત ઉક્ત બે એકાન્તોના સમન્વયનો પુરસ્કર્તા નિત્યાનિત્યવાદ આત્માની બાબતમાં પણ ભગવાન મહાવીર દ્વારા સ્પષ્ટપણે આગામોમાં પ્રતિપાદિત થયેલો (ભગવતી, શતક ૭ ઉદ્દેશ ૨) દેખાય છે. આ જૈનાભિમત આત્મનિત્યાનિત્યત્વવાદનું સમર્થન મીમાંસકપુરીણ કુમારિલે (શ્લોકવાર્તિક, આત્મ. શ્લોક ૨૮થી) ખૂબ સ્પષ્ટતા અને તાર્કિકતાથી કર્યું છે જેવું જૈનતાર્કિક ગ્રન્થોમાં પણ આપણને જોવા મળે છે. આ વિષયમાં જો કે આચાર્ય હેમચન્દ્ર જૈનમતની પુષ્ટિમાં તત્ત્વસંગ્રહગત શ્લોકોનું જ અક્ષરશઃ અવતરણ આપ્યું છે છતાં તે શ્લોકો વસ્તુતઃ કુમારિલના શ્લોકવાર્તિકગત શ્લોકોના જ સાર માત્રના નિર્દેશક હોવાથી મીમાંસકમતના જ દ્યોતક છે.
જ્ઞાન અને આત્મામાં સ્વાવભાસિત્વ-પરાવભાસિત્વ વિશેના વિચારનાં બીજ તો શ્રુતિઆગમકાલીન સાહિત્યમાં પણ મળે છે પરંતુ આ વિચારોનું સ્પષ્ટીકરણ અને સમર્થન તો વિશેષતઃ તર્કયુગમાં જ થયું છે. પરોક્ષ જ્ઞાનવાદી કુમારિલ વગેરે મીમાંસકોના મત અનુસાર જ જ્ઞાન અને તેનાથી અભિન્ન આત્મા એ બન્નેનું પરોક્ષત્વ અર્થાત્ માત્ર પરાવભાસિત્વ સિદ્ધ થાય છે. યોગાચાર બૌદ્ધ અનુસાર વિજ્ઞાનબાહ્ય કોઈ વસ્તુનું અસ્તિત્વ જ ન હોવાથી અને વિજ્ઞાન સ્વસંવિદિત હોવાથી જ્ઞાન અને તકૂપ આત્માનું માત્ર સ્વાવભાસિત્વ ફલિત થાય છે. આ વિષયમાં પણ જૈન દર્શને પોતાની અનેકાન્ત પ્રકૃતિ અનુસાર જ પોતાનો મત સ્થિર કર્યો છે. જ્ઞાન અને ૧. તØ મસા સર્વમિદં વિમતિ ! તમેવ માતમનુમતિ સર્વમ્ / કઠોપનિષદ્, ૫.૧પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org