________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૭૭ છે, જયારે મહાવીર આત્મા આદિ પદાર્થોને તાત્ત્વિકરૂપે નિત્યાનિત્ય ઉભયસ્વરૂપ માનીને ઉભય અંશને સમાનરૂપે વાસ્તવિક જ દર્શાવે છે. બહુ સંભવ છે કે આ દૃષ્ટિભેદને લઈને ભગવાન મહાવીરે પોતાના દર્શનને અનેકાન્ત કહ્યું અને બીજાં દર્શનોને એકાન્ત કહ્યાં. મહાવીરોપદિષ્ટ પ્રાચીન ઉપદેશોમાં આપણે જોઈએ છીએ કે આત્મા, લોક વગેરેના સંબંધમાં તેમની દ્રવાસ્તિક-પર્યાયાસ્તિક તથા શાશ્વતઅશાશ્વત બન્ને દૃષ્ટિઓ સમપ્રધાન છે; કોઈ એક વાસ્તવિક અને બીજી અવાસ્તવિક નથી. આ જ કારણ છે કે એ પછી આજ સુધીના જૈન વિચારવિકાસમાં આ વિષયમાં કોઈ જ પરિવર્તન દેખાતું નથી. એવું જણાય છે કે એક તત્ત્વની નિરૂપક વિવિધ દષ્ટિઓનાં સમપ્રાધાન્ય અને વર્ગીકરણ તરફ ભગવાન મહાવીરનો ખાસ ઝોક હતો એ કારણે તેમના ઉપદેશોમાં નય, નિક્ષેપ આદિ રૂપે દષ્ટિઓનું વિભાજન અને તેમનો સંગ્રહ મળે છે, ભલે ને તે પ્રાચીન ઢંગથી જ કેમ ન હોય, તેવું જૈનેતર દર્શનસાહિત્યમાં નથી અને તેના આધાર પર ઉત્તરકાલીન જૈન સાહિત્યમાં નયવાદ, અનેકાન્તવાદ નામનો સ્વતંત્ર સાહિત્યપ્રકાર જ વિકસિત થયો.
પ્રાચીન જૈન આગમો જોવાથી જણાય છે કે તે દિવસોમાં આત્મા, લોક (ભગવતી, શતક ૨ ઉદ્દેશ ૧; શતક ૯ ઉદ્દેશ ૩૩; શતક ૧૨ ઉદ્દેશ ૧૦)આદિ તાત્ત્વિક પદાર્થ જ નય યા અનેકાન્તની વિચારસરણીના મુખ્ય વિષયો રહ્યા, આચાર નહિ. બૌદ્ધ શાસ્ત્રોને જોવાથી જણાય છે કે બુદ્ધની અનેકાન્ત દષ્ટિ મધ્યમપ્રતિપદારૂપે (સંયુક્તનિકાય, ૫૫. ૨.૨.) મુખ્યપણે આચારવિષયક જ હતી (મજુઝિમનિકાય, ૧.૧.૩). યદ્યપિ ઉત્તરકાલીન જૈન સાહિત્યમાં અનેકાન્ત દૃષ્ટિનો ઉપયોગ ૧. ભગવતી, શતક ૧ ઉદ્દેશ ૩, શતક ૯ ઉદ્દેશ ૩૩. २. णामं ठवणा दविये खित्ते काले य। वयणभावे य एसो अणुओगस्स उणिक्खेवो होई सत्तविहो ।
આવશ્યકનિર્યુક્તિ, ૧૩૨. મસંદવવહાર૩ઝુલુ વેવ રોડ઼ વોલ્વે સદ્યસમરૂદ્દે
પર્વપૂર્ણ ય મૂતયા ! આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૭પ૪, સ્થાનાંગસૂત્ર, ૭. 3. न य घायउ त्ति हिंसो नाघायंतो त्ति निच्छियमहिसो । न विरलजीवमहिसो न य जीवधणं ति
तो हिंसो ॥ अहणंतो वि हु हिंसो दुट्टत्तणओ मओ अहिमरो व्व ।। बाहिंतो न वि हिंसो सुद्धत्तणओ जहा विज्जो ॥ असुभो जो परिणामो सा हिंसा सो उ बाहिरनिमित्तं । को वि अवेक्खेज्ज न વા નમ્હાડતિયે વળ્યું છે. વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૧૭૬૩, ૧૭૬૪, ૧૭૬૬. આપ્તમીમાંસા, કારિકા ૯૨-૯૫. પુરુષાર્થસિક્યુપાય, કારિકા ૪૪-૪૮. રવૈવ જૈન પ્રક્રિયવિવો वदन्ति तैः क्षुद्रमहत्सत्त्ववधसादृश्यवैसादृश्ययोरनेकान्तस्यैवाभ्युपगमात् । तदुक्तं सूत्रकृतांगे-जे केइ खुद्दगा पाणा अदुवा सन्ति महालया। सरिसं तेहि वेरन्ति असरिसन्ति य णो वए । एतेहिं दोहिं વળદિં વવાર ન વિષ્ણરું હિંદહિં કટિંગયારં તુ ગાળણરૂત્યવિ-યશોવિજયકૃત, ધર્મપરીક્ષા, પૃ. ૧૮૩થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org