________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
બોદ્ધસમ્મત ક્ષણિકવાદનો વિરોધ બધાં વૈદિક દર્શનો અને જૈનદર્શને પણ કર્યો છે. તેમણે કોઈ ને કોઈ રીતે સ્થિરત્વ સિદ્ધ કરવા માટે બૌદ્ધસમ્મત સન્તાન પદના અર્થની યથાર્થ સમાલોચના કરી છે. જૈનદર્શનને ક્ષણવાદ ઇષ્ટ હોવા છતાં બૌદ્ધદર્શનની જેમ કેવલ કાલ્પનિક સન્તાન ઇષ્ટ નથી. તે તો બે યા અધિક ક્ષણો વચ્ચે એક વાસ્તવિક સ્થિર અન્વયાંશને માને છે (તત્ત્વાર્થસૂત્ર ૫.૨૯) જેને બૌદ્ધદર્શન નથી માનતું. સન્તાનના ખંડનના વિષયમાં આચાર્ય હેમચન્દ્રે સન્તાનખંડનકારી પૂર્વવર્તી વૈદિક અને જૈન પરંપરાનું અનુસરણ કર્યું છે.
– તુલના
૩૭૬
પૃ. ૧૫૧ ‘સત્તાયોત્ અન્યયોગવ્યવચ્છેદિકા, ૭-૮.
પૃ. ૧૫૨ ‘ન વાસી' એક જ વસ્તુને યથાસંભવ અનેક દૃષ્ટિઓથી વિચારવી અને તદનુસાર તેનું પ્રતિપાદન કરવું એ અનેકાન્તદૃષ્ટિ યા અને નવાદ છે. આ ભાવના સૂચક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, વિભજ્યવાદ આદિ શબ્દ પ્રસિદ્ધ છે. આ શબ્દો બુદ્ધ-મહાવીરના સમકાલીન અને તેમના કંઈક પૂર્વવર્તી સાહિત્ય સુધીમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં લગભગ તે જ ભાવમાં પ્રયુક્ત થયેલા મળે છે. ભગવાન મહાવીરના સમકાલીન બૌદ્ધ અને વૈદિક દર્શનોમાં તથા તેમના કંઈક પૂર્વવર્તી વૈદિક દર્શનો સુધીમાં આપણે દેખીએ છીએ કે તે દર્શનો પોતપોતાને અભિમત સિદ્ધાન્તનો કેવળ એક જ દૃષ્ટિએ વિચાર કરતા ન હતા, તેઓ પણ યથાસંભવ વિવિધ દૃષ્ટિઓથી પોતપોતાના સિદ્ધાન્તનું સ્થાપન કરતાં હતાં. આવી દશામાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ભગવાન મહાવીર જેવા આધ્યાત્મિક અને ગંભીર પુરુષે પોતાને જ અનેકાન્તવાદી યા વિભજ્યવાદી કેમ કહ્યા ? અથવા તો એમ કહો કે જૈનદર્શનને જ અનેકાન્તવાદી યા વિભજ્યવાદી કેમ સમજવામાં આવ્યું ? તેનો ખુલાસો એ જણાય છે કે બેશક પ્રસિદ્ધ વૈદિક બૌદ્ધ આદિ દર્શનોમાં પણ તત્ત્વનું ચિન્તન અનેક દૃષ્ટિઓથી થતું હતું તો પણ મહાવીરનું એ દૃઢ મન્તવ્ય હતું અને સાચું પણ હતું કે બૌદ્ધ સિદ્ધાન્તમાં તાત્ત્વિકરૂપે ક્ષણિકત્વને જ સ્થાન છે, તેમાં નિત્યત્વ ઉપચરિત યા અવાસ્તવિકરૂપમાં મનાયું છે; તેવી જ રીતે ઔપનિષદાદિ સિદ્ધાન્તોમાં આત્મા આદિ તાત્ત્વિકરૂપે નિત્ય જ છે, અનિત્યત્વ યા પરિણામમાત્ર ઔપચારિક યા અવાસ્તિવકરૂપે માનવામાં આવે
―――――――――――――
Jain Education International
લઘીયસ્ત્રયી, ૪.૧૦.
૧. ન્યાયમંજરી, પૃ. ૪૬૪. અષ્ટશતી-અષ્ટસહસ્રી, પૃ. ૧૬૫.
૨. સૂત્રકૃતાંગ, ૧.૧૪. ૧૯-૨૨. મઝિમનિકાય, ૨.૫.૯.
૩. મહાવર્ગા, ૩.૬.૪.૮. હ્ર સત્ વિપ્રા બહુધા વન્તિ ઋગ્વેદ, અષ્ટ.૨, અ.૩, વ.૨૩. મં.
૪૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org