SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ ૩૭૫ કર્યો છે. જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી, જૈન પરંપરામાં સૌપ્રથમ આ કસોટી દ્વારા ક્ષણિકત્વનો નિરાસ કરનારા અકલંક છે. તેમણે તે કસોટી દ્વારા ક્ષણિકત્વવાદનું ખંડન પણ તેવી રીતે જ કર્યું જેવી રીતે ભદન્ત યોગસેન અને જયન્ત કર્યું છે. એ વાત યાદ રાખવા જેવી છે કે નિત્યત્વ યા ક્ષણિકત્વ આદિ વાદોનાં ખંડન-મંડનમાં વિવિધ વિકલ્પ સાથે અર્થક્રિયાકારિત્વની કસોટીનો પ્રવેશ તર્કયુગમાં થયો તો પણ ઉક્ત વાદોનાં ખંડન-મંડનમાં કામમાં લેવાયેલી પ્રાચીન બંધમોક્ષવ્યવસ્થા આદિ કસોટીનો ઉપયોગ બિલકુલ શૂન્ય ન થયો, તે ગૌણમાત્ર અવશ્ય થઈ ગયો. એક જ વસ્તુની દ્રવ્ય-પર્યાયરૂપે યા સદસદ્ અને નિત્યાનિત્ય આદિ રૂપે જૈન અને જૈમિનીય આદિ દર્શનસમ્મત દ્વિરૂપતાનું બૌદ્ધોએ જે ખંડન કર્યું (તત્ત્વસંગ્રહ, કારિકા ૨૨૨, ૩૧૧, ૩૧૨), તેનો જવાબ બોદ્ધોની જ વિકલ્પજાલજટિલ અર્થક્રિયાકારિત્વવાળી દલીલ દ્વારા દેવાનું અકલંક આદિ જૈનાચાર્યોએ શરૂ કર્યું જેનું અનુસરણ પછીના બધા જૈન તાર્કિકોએ કર્યું છે. આચાર્ય હેમચન્દ્ર પણ એ જ માર્ગનું અવલંબન લઈને અહીં પહેલાં કેવલનિત્યત્વવાદનું ખંડન બૌદ્ધોના જ શબ્દોમાં કરે છે અને કેવલક્ષણિકત્વવાદનું ખંડન પણ ભદન્ત યોગસેન યા જયન્ત આદિના શબ્દોમાં કરે છે અને સાથે સાથે જ જૈન દર્શનસમ્મત દ્રવ્યપર્યાયવાદના સમર્થન માટે તે જ કસોટીનો ઉપયોગ કરીને કહે છે કે અર્થક્રિયાકારિત્વ જૈનવાદપક્ષમાં જ ઘટી શકે છે. તુલના ભામતી, ૨.૨.૨૬. પૃ. ૧૪૪ ‘સમર્થોપિ’ પૃ. ૧૪૮ ‘પર્યાયવાન્ત' તુલના — તત્વસંગ્રહ, કારિકા ૪૨૮-૪૩૪. પૃ. ૧૪૮ ‘સન્તાનસ્ય'. બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી કોઈ પણ વસ્તુને એક ક્ષણથી અધિક સ્થિર નથી માનતું. તે કાર્યકારણભાવરૂપથી પ્રવૃત્ત ક્ષણિક ભાવોના અવિચ્છિન્ન પ્રવાહને સંતાન કહીને તેના દ્વારા એકત્વ-સ્થિરત્વ આદિની પ્રતીતિ ઘટાવે છે. પરંતુ તે સન્તાન નામની કોઈ ચીજને ક્ષણિકભિન્ન પારમાર્થિક સત્ય તરીકે નથી સ્વીકારતું. તેના મતે જેમ અનેક વૃક્ષો માટે વન શબ્દનો વ્યવહાર કેવળ સાંકેતિક છે તેમ જ સન્તાન શબ્દ પણ ભિન્ન ભિન્ન ક્ષણિક ભાવોને માટે જ સાંકેતિક છે. આ ભાવનું પ્રતિપાદન ખુદ બૌદ્ધ વિદ્વાનોએ જ પોતપોતાના પાલી તથા સંસ્કૃત ગ્રંથોમાં કર્યું છે વિસુદ્ધિમગ્ગો, પૃ. ૫૮૫; બોધિચર્યાવતાર, પૃ. ૩૩૪; તત્ત્વસંગ્રહ, કારિકા ― Jain Education International — — ―――― ૧૮૭૭. ૧. અર્થક્રિયા ન યુગ્વેત નિત્યક્ષણિ પક્ષયો: । મામાભ્યાં માવાનાં મા તક્ષતિયા મતા ।। લઘીયસ્રયી, ૨.૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy