SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અર્થાત્ પારમાર્થિક હોઈ શકે નહિ – આવી વ્યક્તિ નિર્મિત કરીને તેમણે કેવલનિત્યપક્ષમાં અર્થક્રિયાકારિત્વનો અસંભવ દર્શાવવા માટે ક્રમ અને યૌગપદ્યની જટિલ વિકલ્પજાળ રચી અને તે વિકલ્પજાળથી છેવટે સિદ્ધ કર્યું કે કેવલ નિત્યપદાર્થ અર્થક્રિયા કરી જ શકતો નથી તેથી તેવો પદાર્થ પારમાર્થિક હોઈ શકે નહિ – વાદન્યાય, પૃ. ૬. બૌદ્ધોએ કેવલનિત્યત્વવાદની (તત્ત્વસંગ્રહ, કારિકા ૩૯૪) જેમ જૈનદર્શનસમ્મત પરિણામિનિત્યત્વવાદ અર્થાત્ દ્રવ્યપર્યાયાત્મકવાદ યા એક વસ્તુને દ્વિરૂપ માનનાર વાદના નિરાસમાં પણ તે જ અર્થક્રિયાકારિત્વની કસોટીનો ઉપયોગ કર્યો – તત્ત્વસંગ્રહ, કારિકા ૧૭૩૮. તેમણે કહ્યું કે એક જ પદાર્થ સત્ અસત્ ઉભયરૂપ ન ઘટી શકે કેમકે એક જ પદાર્થને અર્થક્રિયાનો કરનારો અને ન કરનારો કેવી રીતે કહી શકાય ? આમ બૌદ્ધોના પ્રતિવાદી દર્શનો વૈદિક અને જૈન એમ બે વિભાગોમાં વહેંચાઈ જાય છે. વૈદિક પરંપરામાં, જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી, સૌ પ્રથમ વાચસ્પતિ મિશ્ર અને જયન્ત આ બૌદ્ધોદુભાવિત અર્થક્રિયાકારિત્વની કસોટીનો પ્રતિવાદ કર્યો. જો કે વાચસ્પતિ અને જયન્તનું લક્ષ્ય એક જ છે અને તે એ કે અક્ષણિક અને નિત્ય વસ્તુ સિદ્ધ કરવી તો પણ તેમણે અક્રિયાકારિત્વ જેને બૌદ્ધોએ કેવલનિત્યપક્ષમાં અસંભવ દર્શાવ્યું હતું તેનો બૌદ્ધસમ્મત ક્ષણિકપક્ષમાં અસંભવ દર્શાવતાં ભિન્ન ભિન્ન વિચારસરણીનું અનુસરણ કર્યું છે. વાચસ્પતિએ સાપેક્ષત્વઅનપેક્ષત્વનો વિકલ્પ કરીને ક્ષણિકમાં અર્થક્રિયાકારિત્વનો અસંભવ સાબિત કર્યો (તાત્પર્યટીકા, પૃ. ૫૫૪-૬. ન્યાયકણિકા, પૃ. ૧૩૦-૬), તો જયન્ત બૌદ્ધ સ્વીકૃત ક્રમયૌગપદ્યની વિકલ્પજાલને જ લઈને બૌદ્ધવાદનું ખંડન કર્યું – ન્યાયમંજરી, પૃ. ૪૫૩, ૪૬૪. ભદન્ત યોગસેને પણ, જેમનો પૂર્વપક્ષી તરીકે નિર્દેશ કમલશીલે તત્ત્વસંગ્રહપંજિકામાં કર્યો છે, બૌદ્ધસમ્મત ક્ષણિકવાદ વિરુદ્ધ જે વિકલ્પજાલ રચી છે તેમાં પણ બૌદ્ધસ્વીકૃત ક્રમયૌગપદ્યવિકલ્પચક્રને જ બૌદ્ધો વિરુદ્ધ ચલાવ્યું છે – તત્ત્વસંગ્રહ, કારિકા ૪૨૮થી. જો કે ભદન્ત વિશેષણ હોવાથી યોગસેનના બૌદ્ધ હોવાની સંભાવના કરવામાં આવે છે તેમ છતાં જ્યાં સુધી બૌદ્ધ પરંપરામાં નિત્યત્વ યા સ્થિરવાદના પોષક પક્ષના અસ્તિત્વની પ્રામાણિક જાણકારી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ જ કલ્પના કરવી ઠીક રહેશે કે કદાચ તે જૈન, આજીવક યા સાંખ્યપરિવ્રાજક હોય. જે હો તે, એ તો નિશ્ચિત છે જ કે બૌદ્ધોની અર્થક્રિયાકારિત્વવાળી તાર્કિક કસોટીને લઈને જ બૌદ્ધસમ્મત ક્ષણિકત્વવાદનું ખંડન નિત્યવાદી વૈદિક વિદ્વાનોએ કર્યું. ક્ષણિકત્વવાદના બીજા પ્રબળ પ્રતિવાદી જેનો રહ્યા છે. તેમણે તર્કયુગમાં ક્ષણિક_નિરાસ તે જ અર્થક્રિયાકારિત્વવાળી બૌદ્ધોભાવિત તાર્કિક કસોટીને આધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy