________________
૩૬૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ૯ ઉદ્દેશ ૩૩) તેને જ આચાર્ય હેમચન્દ્ર દર્શાવ્યું છે, પરંતુ તર્ક અને હેતુપૂર્વક. તર્કયુગમાં વસ્તુસ્વરૂપની નિશ્ચાયક જે વિવિધ કસોટીઓ મનાતી હતી જેવી કે ન્યાયસખ્ખત સત્તાયોગરૂપ સત્ત્વ, સાંખ્યસમ્મત પ્રમાણવિષયત્વરૂપ સત્ત્વ તથા બૌદ્ધસમ્મત અર્થક્રિયાકારિત્વરૂપ સત્ત્વ ઈત્યાદિ તે બધીમાંથી અન્તિમ અર્થાત્ અર્થક્રિયાકારિત્વને જ આચાર્ય હેમચન્દ્ર કસોટી તરીકે સ્વીકારે છે જે કસોટી સંભવતઃ સૌપ્રથમ બૌદ્ધ તાર્કિકો દ્વારા (પ્રમાણવાર્તિક, ૩.૩.) જ ઉદ્રભાવિત કરવામાં આવેલી જણાય છે. જે અર્થક્રિયાકારિત્વની કસોટીને લાગુ પાડીને બૌદ્ધ તાર્કિકોએ વસ્તુમાત્રમાં
સ્વાભિમત ક્ષણિકત્વ સિદ્ધ કર્યું છે અને જે કસોટી દ્વારા જ તેમણે કેવલ નિત્યવાદ (તત્ત્વસંગ્રહ, કારિકા ૩૯૪થી) અને જૈનસમ્મત નિત્યાનિત્યાત્મકવાદ વગેરેનું (તત્ત્વસંગ્રહ, કારિકા ૧૭૩૮થી) વિકટ તર્કજાળથી ખંડન કર્યું છે તે જ કસોટીને હેમચન્દ્ર પોતાના પક્ષને લાગુ પાડીને જૈનસમ્મત નિત્યાનિત્યાત્મકત્વવાદનું અર્થાત્ દ્રવ્યપર્યાયાત્મકત્વવાદનું સયુક્તિક સમર્થન કર્યું છે અને વેદાન્ત આદિના કેવલ નિત્યવાદ તથા બૌદ્ધોના કેવલ અનિત્યત્વવાદનું એ જ કસોટી દ્વારા પ્રબળ ખંડન પણ કર્યું છે.
પૃ. ૧૪૧ "નાથવમgિ' – તુલના – ન્યાયબિન્દુટીકા, ૧.૧૭.
પૃ. ૧૪૧ વતિ' – પ્રાકૃત-પાલી દવ્વ-દમ્બે શબ્દ અને સંસ્કૃત દ્રવ્ય શબ્દ બહુ પ્રાચીન છે. લોકવ્યવહારમાં તથા કાવ્ય, વ્યાકરણ, આયુર્વેદ, દર્શન વગેરે અનેક શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન અર્થોમાં તેનો પ્રયોગ પણ બહુ પ્રાચીન અને રૂઢ જણાય છે. તેના પ્રયોગ-પ્રચારની વ્યાપકતાને જોઈને પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં તેને સ્થાન આપીને બે રીતે તેની વ્યુત્પત્તિ દર્શાવી છે જેનું અનુકરણ પછીથી બધા વૈયાકરણોએ કર્યું છે. તદ્ધિત પ્રકરણમાં દ્રવ્ય શબ્દના સાધક ખાસ જે બે સૂત્ર (૫.૩.૧૦૪; ૪.૩.૧૬૧) રચવામાં આવ્યાં છે તેમના સિવાય દ્રવ્ય શબ્દની સિદ્ધિનો એક ત્રીજો પ્રકાર કૃત પ્રકરણમાં છે. તદ્ધિત અનુસાર પહેલી વ્યુત્પત્તિ આ છે કે દ્ર = વૃક્ષ યા કાષ્ઠ + ય = વિકાર યા અવયવ અર્થાત વૃક્ષ યા કાષ્ઠનો વિકાર તથા અવયવ દ્રવ્ય. બીજી વ્યુત્પત્તિ આ પ્રમાણે છે – ક્ = કાષ્ઠ + ય = તુલ્ય અર્થાત જેમ સીધું અને સાફ સરળ લાકડું બનાવ્યા પછી તે ઈષ્ટ આકાર ધારણ કરી શકે છે તેમ જ જે રાજપુત્ર આદિ શિક્ષણ આપ્યા પછી રાજયોગ્ય ગુણો ધારણ કરવાને પાત્ર છે તે ભાવી ગુણોની યોગ્યતાના કારણે દ્રવ્ય કહેવાય છે. આ જ રીતે અનેક ઉપકારોની યોગ્યતા ધરાવવાના કારણે ધન પણ દ્રવ્ય કહેવાય છે. કૃદન્ત પ્રકરણ અનુસાર ગતિપ્રાપ્તિ અર્થવાળા ટુ ધાતુને કર્માર્થક ય પ્રત્યય લાગતાં પણ દ્રવ્ય શબ્દ નિષ્પન્ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org